Junagadh તા.2
માણાવદરના જીંજરી ગામની સીમમાં ચાલતી જુગાર કલબ પર પોલીસે ત્રાટકી છ જુગારીઓને રોકડ-મોબાઈલ સહિત 1,15,520નો મુદામાલ કબ્જે કર્યો હતો. રેડ દરમ્યાન બે શખ્સો ભાગી છુટયા હતા.
જીંજરી ગામે ભીંડોરાની સીમના રસ્તે વાડી ધરાવતા ગોવિંદ ભગવાનભાઈ કુંડારીયા પોતાની વાડીની ઓરડીમાં તીનપતીનો જુગાર ચલાવતો હોવાની બાતમીના આધારે ઈન્ચાર્જ પીઆઈ એમ.એચ.હીરપરા અને તેની ટીમે ત્રાટકતા જીંજરીનો કેવીન અશોક પરસાણીયા, મહેશ રાણા જલુ, દગડનો લખમણ ગોવિંદભાઈ હુંબલ, ઉંટડીનો જયસુખ મનસુખભાઈ કમાણી, ભાલેચડાનો સુરેશ અરજણ ધ્રાંગા, દગડનો અજીત ભોજા ડાંગરને રોકડ રૂા.65,520, 6 મોબાઈલ સહિત કુલ રૂા.1,15,520નો મુદામાલ કબ્જે કર્યો હતો. રેડ દરમ્યાન સંચાલક ગોવિંદ ભગવાનજી કુંડારીયા અને ધોરાજીના કલાણા ગામનો રાજુ પટેલ ભાગી છુટયા હતા. તપાસ માણાવદર પોલીસે હાથ ધરી છે.

