શાપરના ગંગા ગેઇટ નજીક જાહેરમાં જુગટુ ખેલતી સાત મહિલા સહીત આઠ ઝડપાયા
Rajkot,તા.03
ડુમીયાણીની સીમમાં કારખાના પાસે રાત્રીના જાહેરમાં જુગાર રમતા ૧૦ શખસોને જયારે શાપરમાં ગંગા ગેઇટ પાસે મફતીયાપરા પાસે આવેલા પાવર હાઉસ નજીક પટમાં જાહેરમાં જુગાર રમતા સાત મહિલાઓ સહિત આઠ શખસોને પોલીસે ઝડપી લઇ પટમાંથી રોકડ રૂ.૫૩૩૦ સહિત રૂ.૩૩,૩૩૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ડુમિયાણી ગામની સીમમાં શિવમ સિમેન્ટ પ્રોડક્ટના કારખાના પાછળ વડલાના જાડ નીચે લાઈટના અજવાળે જુગાર રમતા 10 શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટોમાંથી રોકડ રૂપિયા 16,600 કબજે કર્યા હતા.
જુગાર રમતા શખસોમાં કરણસિંહ ઉર્ફે પૃથ્વીરાજ અજીતસિંહ ચુડાસમા, દિનેશ છગનભાઈ પરમાર, જાવેદ મામદભાઈ સલોટ,નરેન્દ્ર ઉર્ફે પીયુષ નારણભાઇ સોઢા(રહે. ભાયાવદર), હિતેશ ઉર્ફે મુન્નો હરેશભાઇ ચૌહાણ(રહે. ડુમીયાણી), ભાર્ગવ ઉર્ફે રઘો મહેન્દ્રભાઇ ઝાલાવડીયા(રહે. ધોરાજી), કમલેશ ઉર્ફે ભલો ગોગનભાઇ કુવારદા(રહે. ખાખીજાળીયા),મુન્ના અંગ્રેજબહાદુર રવાની(રહે. ઉપલેટા), સુમારૂ અંગેજબહાદુર રવાની (રહે. ઉપલેટા) ,અને અર્જુન અનવરભાઇ મેડા(રહે. ઉપલેટા) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ.૧૬,૬૦૦ કબજે કર્યો હતો. શાપર વેરાવળ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન સમી સાંજના અહીં શાપરમાં ગંગા ગેઇટની પાસે આવેલા મફતીયાપરા વિસ્તારમાં પાવર હાઉસ પાસે ખુલ્લા પટમાં જુગાર રમતા મનસુખ લક્ષ્મણભાઇ વાંજા, શોભનાબેન દિનેશભાઇ ધુળા, કડવીબેન લખમણભાઇ વાંજા, મંજુબેન નાગરભાઇ પરમાર, સંતોકબેન નરેન્દ્રભાઇ ચુડાસમા,વર્ષાબેન જગદીશભાઇ વાઘેલા, સોનલબેન મનોજભાઇ મહીડા અને વનીતાબેન ભુપતભાઇ મુછડીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ.૫૩૩૦ તથા ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૩૩,૩૩૦ નો મુદામાલ કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.