Bhavnagar,તા,26
સ્ટેટ મોનિટરિૅંગ સેલનો સ્ટાફ બોટાદ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,મુળ અમરેલીનો વતની જયેન્દ્ર દેવુભા સરવૈયા બહારથી માણસો બોલાવી કાનિયાડ ગામે આવેલી ભગુ ભુપતભાઈ ચૌહાણની વાડીના મકાનમાં હાર જીતનો જુગાર રમી રહ્યો છે. જે બાતમીના આધારે સેલે દરોડો પાડી જુગારની બાજી માંડી બેઠેલા જયેન્દ્રસિંહ ઉર્ફે કાળુભાઈ દેવુભા સરવૈયા, વિજય હક્કાભાઈ રાસડીયા, મુકેશ ગોબરભાઈ દેવાણી, હારીતસિંહ છનુભા ગોહીલ, ભગુ ભુપતભાઈ ચૌહાણને રોકડા રૂ.૪૩,૮૦૦ ઉપરાંત મોબાઈલ, કાર મળી કુલ રૂ.૧૦,૬૪,૪૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે, પોલીસના આ દરોડામાં રમેશ ગોલેતર, હિતેશ કવા અને મુકેશ ઉર્ફે મામા પાછળના દરવાજેથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલના એએસઆઈ ભરતભાઈ ચાવડાએ ઝડપાયેલાં પાંચ અને ફરાર ત્રણ મળી કુલ આઠ જુગારી વિરૂદ્ધ રાણપુર પોલીસમાં જુગારધારાની કલમ અન્વય ગુનો નોંધાવ્યો હતો.