Junagadh તા.16
જુનાગઢ જુના બાયપાસ પાસેના ગ્રીન સીટી સોસાયટીમાં ચાલતા જુગાર ધામ પર સી ડીવીઝન પોલીસે રેડ કરતા 6 શખ્સોને રોકડ રૂા.7,29,800, 6 મોબાઈલ એક ફોરવીલ સહિત 6ને દબોચી લીધા હતા.
આ અંગેની વિગત મુજબ આરોપી લલીત હરજીવનભાઈ જોષી (ઉ.54) રે. દોલતપરા વાળાએ પોતાના ભાઈ અમૃતલાલ હરજીવનભાઈ જોષીના ગ્રીન સીટી સોસાયટીમાં આવેલ રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે રેડ કરતા લલીત હરજીવનભાઈ જોષી, મીલન મગન ભુવા, અશોક જીવરાજ કમાણી, હીરેન દીનેશ મારડીયા, શરદ વાલજી ફળદુ અને પ્રતિક અમૃતલાલ મારડીયાને રોકડ રૂા.7,20,300 નાલના રૂા.9500 મોબાઈલ 6 રૂા.1,50,000 ફોરવીલ એક 1,50,000 સહિત કુલ રૂા.23,79,800ના મુદામાલ સાથે દબોચી લીધા હતા. પોલીસ ઈન્સ. એ.બી. ગગનીયાએ તપાસ હાથ ધરી છે.
જુનાગઢ એ ડીવીઝનની હદના દોલતપરા ખોડીયાર ગરબી ચોક પાસે જાહેરમાં જુગાર રમતા દીપક વીરજી સાગઠીયા, અમીરશા ઉર્ફે બાપુ અમનશા સર્વદી, હસન રહેમાન કુરેશી, અમીત હારૂન ચોપડા અને સુનીલ કાના મારૂને રોકડ રૂા.10,500 ચાર મોબાઈલ રૂા.40 હજાર સહિત કુલ રૂા.50,500ની મત્તા સાથે ઝડપી લીધા હતા.