Surendranagar, તા.13
સુરેન્દ્રનગર શહેરની સી. જે. હોસ્પિટલ સામે, મહાજન પાલ, વઢવાણના કોળીપરા, સાયલા અને ચોટીલા હાઈવે પર પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં ક્રિકેટ મેચ પર સટ્ટો, ગંજીપાનાનો જુગાર અને વરલી મટકાનો જુગાર રમતા 12 શખ્સો પકડાયા હતા.
સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે સ્ટાફના વિજયસિંહ પરમારને વાદીપરામાં રહેતો રાહુલ મીસ્ત્રી સી.જે.હોસ્પિટલ સામે ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં રાહુલ કનૈયાલાલ મીસ્ત્રી ઓનલાઈન એપ્લીકેશન પર વેસ્ટ ઈન્ડીઝ-ન્યુઝીલેન્ડની ટી-20 મેચ, મુંબઈ-હિમાચલપ્રદેશ અને કર્ણાટક-મહારાષ્ટ્રની રણજી મેચમાં સટ્ટો રમતો પકડાયો હતો.
આ શખ્સની પુછપરછમાં ગૌતમ ગોવિંદભાઈ મુંધવા પાસેથી આઈડી 50 હજારમાં લીધુ હોવાનું ખુલતા રાહુલને રૂ. 910 રોકડા અને મોબાઈલ સહિત રૂ. 5910ની મત્તા સાથે ઝડપી લઈ બન્ને સામે એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધાયો છે.
જયારે વઢવાણ પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન નવા દરવાજા બહાર કોળીપરામાં સંતોષી માતાજીના મંદિર પાસે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ગંજીપાનાનો જુગાર રમતા પ્રકાશ વાલજીભાઈ દેથળીયા, અનીલ દીલીપભાઈ આજોલા, સરફરાઝ કરીમભાઈ ઠાસરીયા અને પ્રવીણ કેશાભાઈ શ્રીમાળી ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ.11,360 કબજે કરી વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
બીજી તરફ સુરેન્દ્રનગરના મહાજનના પાલમાં સટ્ટા હોલ વાળી શેરીમાં જાહેરમાં જુગારની બાતમી મળતા એ ડીવીઝન પોલીસે રેડ કરી હતી. જેમાં નમન હીમાંશુભાઈ ઓઝા, દીલીપ ઉર્ફે કૌશીક બોઘાભાઈ ધાંધે્રશા, દીપક ચંદુભાઈ દેથરીયા, નટુ શાર્દુળભાઈ સલુરા અને રોહીત કાનજીભાઈ બરીપા ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા.
આ શખ્સો પાસેથી રોકડા રૂ. 2450 કબજે કરી એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારા મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર ડોળીયા બાઉન્ડ્રી પાસે ઓવરબ્રીજ નીચેથી વઢવાણના ખેરાળી ગામનો રવિ દીલીપભાઈ શીહોરા રોકડા રૂ. 260 સાથે, ચોટીલા-રાજકોટ હાઈવે પર સરકીટ હાઉસ પાસેથી ભીમગઢનો મનસુખ નાગજીભાઈ ઝાંપડીયા રોકડા રૂ. 420 સાથે વરલી મટકાનો જુગાર રમતા પકડાયા છે.

