શરાબની ૧૮૦ બોટલ અને રીક્ષા મળી રૂ. ૨.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે:
Rajkot,તા.17
શહેરમાં વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા પડ્યા છે. જેમાં ગાયકવાડી શેરી નંબર ૯માં નિર્મલા એપાર્ટમેન્ટની છત પરથી, આજીડેમ ચોકડી નજીક રિક્ષામાંથી અને ભક્તિનગર વિસ્તારમાં આવેલા ૮૦ ફૂટ રોડ પર શિવાજી ચોક નજીક આવેલા માધવ હોલ પાસેથી વિદેશી દારૂની ૧૮૦ બોટલ શહેર પોલીસે કબ્જે કરી, રૂ.૨.૨૨ લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પીસીબી ની ટીમ આજીડેમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન, Gj 03 Bk 8216 નંબરની ઓટો રીક્ષા શંકાસ્પદ હાલતમાં જણાતા તેને અટકાવી તલાસી લેતા, રિક્ષામાંથી વિદેશી દારૂની ૭૮ બોટલ મળી આવી હતી. પીસીબી ની ટીમે રિક્ષા અને શરાબ મળી રૂ. ૧.૦૫ લાખના મુદ્દામાલ સાથે નંદા હોલ પાસે ન્યુ સાગર સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતો સતારશા કાદરશા સર્વોદી નામના શખ્સને પીસીબી ની ટેમે ઝડપી લીધો છે. ઝડપાયેલા શખ્સની દારૂ અંગે પૂછપરછ કરતા તેને દૂધસાગર રોડ પર આવેલા હેદરી ચોક પાસે રહેતો શાહરુખ નુરાભાઈ સર્વોદી નામનો શખ્સ આપી ગયો હોવાની કબુલાત આપી હતી. પોલીસે શાહરૂખ ની શોધ ખોળ હાથ ધરી છે. જ્યારે બીજો દરોડામાં પ્ર . નગર પોલીસની ટીમ જંકશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, હંસરાજ નગર શેરી નંબર ૨/૪ માં ગંગા નિવાસનામાં મકાનમાં રહેતો હિતેશ લક્ષ્મણભાઈ ટહેલિયાનીનામનો શખ્સ , ગાયકવાડી શેરી નંબર ૦૯માં આવેલા નિર્મલા એપાર્ટમેન્ટ ની છત ઉપર વિદેશી દારૂ ના જતા સાથે ઉભો છે. પ્ર.નગર પોલીસની ટીમે એપાર્ટમેન્ટની છત પર દરોડો પાડી,રૂ.૨૭.૩૦૦ની કિંમતની ૭૮ બોટલ સાથે હિતેશને ઝડપી લીધો છે. આદરોડાની કામગીરી પ્ર. નગર પીએસઆઇ આર કે ગોહિલ, હેડ કોસ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, જયંતીભાઈ વાવડીયા, કોન્સ્ટેબલ ધર્મેશભાઈ મોણપરા, વનરાજભાઈ , રિયાઝ ભાઈ, ચાપરાજભાઈ અને તોફિકભાઈ સહિતના સાથે બજાવી હતી. જ્યારે વિદેશી દારૂનો ત્રીજો દરોડો પીસીબી ની ટીમે ૮૦ ફુટ રોડ પર માધવ હોલ સામે પાડી , વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે નંદા હોલ પાસે ન્યુ સાગર સોસાયટીમાં રહેતો પ્રકાશ ઉર્ફે લાલો મહેશભાઈ દાણીધારીયા નામના શખ્સને પીસીબી શાખાએ ઝડપી લીધો છે.