બે મોબાઈલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા: બે ની શોધખોળ
Jetpur,તા.29
જેતપુર શહેરમાં આવેલા કણકીયા પ્લોટ, એચડીએફસી બેન્કની સામે અને સારણપુl પાસે આવેલા સુકુન પ્લાઝા પાસે જેતપુર સીટી પોલીસે ક્રિકેટના સટ્ટો પર દરોડા પડી , બે મોબાઈલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.હાલમાં આઈ પી એલ ક્રિકેટ મેચની સીઝન ખુલી છે ત્યારે, પંટરો અને ક્રિકેટ સટ્ટો રમાડવા વાળા મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે, જિલ્લા પોલીસ તંત્ર પણ સક્રિય બની ક્રિકેટ  સટ્ટો ના  નેટવર્ક પર દરડા પાડી રહ્યા છે.ત્યારે જેતપુર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે કણકીયા પ્લોટ પાસે આવેલી એચડીએફસી બેન્કની સામેથી મોબાઇલમાં ઓનલાઈન હાલમાં ચાલતા આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો જુના પાંચ પીપળીયા રોડ શક્તિ સોસાયટીમાં રહેતો  કમલ દયારામ ભાઈ માકડીયા અને મયુર ચૌહાણ નામના શખ્સને  રોકડ અને મોબાઈલ મળી રૂ. ૫.૨૯૦ ના મુદ્દામાલ સાથે જેતપુર પોલીસ ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા, રબારીકા ગામનો પ્રદીપ જીતુભાઈ લાલુ અને જેતપુરનો  યશ ગોહિલ નામના શખ્સો પાસેથી આઈડી મેળવી તેઓને ત્રણ ટકા કમિશન આપતા હોવાની કબુલાત આપી છે. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નંદી શોધખોળ હાથ ધરી છે. જયારે સરણપુલ પાસે આવેલા શુકન પ્લાઝા પાસે જાહેરમાં મોબાઇલમાં  રાજસ્થાન  અને ગુજરાત    વચ્ચે ચાલતા  ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો, જેતપુરના ગોધરા વિસ્તારમાં રહેતો અરવિંદ ભુપતભાઈ મેર નામના શખ્સને મોબાઈલ સાથે જેતપુર સીટી પોલીસે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

