કાર, માલવાહન અને શરાબની ૮૬૭ બોટલ મળી, રૂ. પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે: ચાર બુટલેગરની ધરપકડ
Rajkot,તા.27
શહેર પોલીસે ત્રણ સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડ્યા છે જેમાં સોરઠિયાવાડી સર્કલ નજીક આવેલા આર પી એન્ટરપ્રાઇઝની સામે, થોરાળા વિસ્તારમાં ભારતનગર નજીક આવેલા ત્રિશુલ નામના કારખાનની નજીક અને રેલ નગર વિસ્તારમાં આવેલા સાધુવાસવાણી કુંજ રોડ પર આવેલા મારુતિ શોરૂમ ની પાસે વિદેશી દારૂ ના દરોડા પાડી, કાર, માલવાહક અને શરાબની ૮૬૭ બોટલ મળી, રૂ. પાંચ લાખના મુદ્દામાલ સાથે ચાર બુટલેગરની ધરપકડ કરી છે. શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક પીસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આનંદ નગર કોલોની ક્વાર્ટર માં રહેતો ધર્મેન્દ્રસિંહ ઝાલુભા જાડેજા નામનો શખ્સ જી જે ૦૩ બી વાય ૫૯૬૨ નંબરનું માલવાહકમાં વિદેશી દારૂનો જથ્થો લઈને સોરઠીયા વાડી સર્કલ તરફ આવી રહ્યો હોવાની બાતમી પીસીબીની ટીમને મળી હતી પીસીબી ની ટીમ વોચમાં હતી.ત્યારે પૂરપાટ ઝડપે આવતા વાહનને અટકાવી, તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૬૭૨ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે વાહન અને શરાબની જથ્થો મળી, રૂ. ૩.૮૨ લાખના મુદ્દામાલ કબજે કરી ધર્મેન્દ્રસિંહ ઝાલુભા જાડેજા અને દારૂ મંગાવનાર દેવપરાનો કિશન નલીનભાઈ ડાભી નામના બુટલેગરની ધરપકડ કરી છે. જ્યારે સાધુ વાસવાણી કુંજ રોડ નજીક આવેલા મારુતિ શોરૂમ ની બાજુમાંથી વિદેશી દારૂની ૪૭ બોટલ સાથે, વંથલી ગામે રહેતો મુનીર ઉર્ફે બાબા બોદુભાઈ જેઠવા નામના બુટલેગરને ઝડપી લીધો છે આ દરોડાની કામગીરી પીસીબી ઇન્ચાર્જ પી.આઈ એમ આર ગોંડલીયા, પીએસઆઇ એમ જે હુણ, એસે મયુરભાઈ પલાળીયા,સંતોષભાઈ મોરી, હેડ કોન્સ્ટેબલ કુલદીપ સિંહ જાડેજા, કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા અને કરણભાઈ મારુ સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી. જ્યારે થોરાળા પોલીસે ભારતનગર રોડ નજીક ત્રિશુલ કારખાનાની સામેથી, G j 03 DD 4105 નંબરની કારમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ ઝડપી લીધી છે. પોલીસે કાર અને શરાબ મળી, રૂ. ૧.૧૫ લાખના મુદ્દામાલ સાથે કુબલીયા પુરામાં આવેલા મચ્છી ચોકમાં રહેતો રોહન ભીમાભાઇ સોલંકી નામના બુટલેગરને ઝડપી લીધો છે. આ દરોડા ની કામગીરી થોરાળા પીઆઇ એમ જી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન આર ડોબરીયા, એ.એસ.આઇ વિનોદભાઈ ખેરડીયા અને
હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ પરમાર સહિતના સ્ટાફે કરી હતી.