Rajkot,તા.07
રાજકોટ શહેરના સામા કાંઠાના સ્લમ વિસ્તારના માજોઠી નગર અને ચુનારા વાળમાં થોરાળા પોલીસ મથકે વિદેશી દારૂના દરોડા પાડી રૂપિયા 61,000 ની કિંમત ના 240 બોટલ દારૂ સાથે મહિલાની ધરપકડ કરી છે.જ્યારે દારૂ અને વાહન મળી રૂપિયા 1.01 લાખનો મુદ્દામાં કબજે કરી નાસી છૂટેલા શખ્સની શોધખોર હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે થોરાડા પોલીસ મથકના પીઆઈ એનજી વાઘેલા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે દૂધસાગર રોડ પર આવેલા માજોઠીનગરમા રહેતા રીટાબેન જીતેશભાઈ સીતાપરા નામના મહિલા દારૂનું વેચાણ કરતા હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો. જ્યારે ચુનારાવાડ શેરી નંબર 1માં રહેતા સુનિલ કિશન સોલંકી અને ત્યાં દરોડો પાડયો હતો પોલીસે બંને દરોડામાંથી રૂપિયા 60 લાખની કિંમતની 240 બોટલ દારૂ સાથે રીટાબેન સીતાપરા ની ધરપકડ કરી હતી પોલીસે દારૂ અને વાહન મળી રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે નાસી છૂટેલા બુટલેગર સુનિલ કિશન સોલંકી ની શોધખોળ હાથ ધરી છે.