Prayagraj Sangam Railway Stationને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું
Prayagraj, તા.૧૭
Maha Kumbh મેળામાં ભારે ભીડને કારણે, ઉત્તર મધ્ય Railway ના Prayagraj Sangam Railway Stationને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. Railwayએ પહેલા ૧૪ ફેબ્રુઆરી સુધી સ્ટેશન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, પછી ૧૬ ફેબ્રુઆરી સુધી, પરંતુ ભીડનું દબાણ ઓછું ન થતાં, હાલ પૂરતું Railwya Station બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ Railway Station થી Train પકડનારાઓએ હવે ફાફામાઉ રેલ્વે સ્ટેશન જવું પડશે. Prayagraj વિસ્તારના નવ સ્ટેશનોમાંથી એક, Prayagraj Sangam, મેળા વહીવટીતંત્રની માંગ પર અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. Prayagraj વિસ્તારના બાકીના ૮ સ્ટેશનો સામાન્ય રીતે કાર્યરત રહેશે. મહાકુંભ મેળામાં ભારે ભીડને કારણે, ઉત્તર મધ્ય રેલ્વે ના Prayagraj Sangam Railway Station ને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ પ્રોટોકોલ હેઠળ, Prayagraj જંકશનમાં પ્રવેશ શહેર બાજુથી અને બહાર નીકળવાનો રસ્તો સિવિલ લાઇન્સ બાજુથી કરવામાં આવી રહ્યો છે અને મુસાફરોને ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યાં સુધી હોલ્ડિંગ એરિયામાં રાખવામાં આવે છે. Prayagraj જંકશન પર તૈનાત RPF ઇન્સ્પેક્ટર શિવ કુમારે જણાવ્યું હતું કે Prayagraj જંકશન પર ભીડ નિયંત્રણમાં છે. રેલવે પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ (છડ્ઢય્) પ્રકાશ ડી.એ જણાવ્યું હતું કે ટ્રેનોની ક્ષમતા મર્યાદિત હોવાથી અમે મુસાફરોને રાખવા માટે હોલ્ડિંગ એરિયા ચિહ્નિત કર્યા છે. પ્લેટફોર્મની ક્ષમતા પણ મર્યાદિત છે. સ્ટેશન પર આવતા વધારાના મુસાફરોને હોલ્ડિંગ એરિયામાં રાખવામાં આવે છે. પ્રકાશે કહ્યું કે Prayagrajમાં અમે ૯૦ હોલ્ડિંગ વિસ્તારો ઓળખી કાઢ્યા છે કારણ કે અમારી પાસે આઠ રેલ્વે સ્ટેશન છે. Prayagrajમાં દરરોજ ૫૦૦ ટ્રેનો દોડે છે અને અમે મુસાફરોને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરીએ છીએ.