Mendarda,તા.20
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ સૌરાષ્ટ્રભરમાં આજે સવારથી મેઘમહેર થતા સૌથી વધુ જૂનાગઢ જિલ્લાનાં મેંદરડામાં 13 ઈચ વરસાદ નોંધાતા જળબંબાળ જેવી સ્થિતિ સર્જાઈ છે જયારે અન્ય જિલ્લાઓ પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ જિલ્લામાં 1 થી 5 ઈંચ વરસાદ બપોર સુધીનો નોંધાયો છે.
આજે સવારના 6 થી બપોરના 12 કલાક સુધીમાં મેંદરડા 325 મી.મી 13 ઈચ, વંથલી 258 મી.મી, કેશોદ 272 મી.મી, માણાવદર 195 મી.મી, માંગરોળ 120 મી.મી માળીયા હાટીના 98 મી.મી, વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે વંથલીના 3 માર્ગો, કેશોદમાં 11 માર્ગો, માંગરોળ-6 મેંદરડા પાંચ, માણાવદર -7 સહિત 39 માર્ગો પ્રભાવીત થયા હતાં.
ભાવનગર જિલ્લા આજે સવારના 6 થી બપોરના 2 કલાક સુધીના વરસાદના આંકડા જોઈએ તો વલ્લભીપુર-2 મી.મી, ઉમરાળા-2 મી.મી,ભાવનગર 10 મી.મી, ઘોઘા-40 મી.મી, સિહોર-14 મી.મી, ગારીયાધાર 111 મી.મી.,પાલીતાણા -48 મી.મી,તળાજા 31 મી.મી,મહુવા 134 મી.મી.તથા જેસર 62 મી.મી, વરસાદ વરસી ગયો હતો. આમ ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લા જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચોમાસાની ચાલુ સિઝનમાં ચોથી વખત ઓવરફલો થયો છે. જેમના દરવાજા બપોરે ખોલવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર ડો.મનીષ બંસલ એ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને કારણે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. તેમજ શેત્રુજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોય પાલીતાણા અને તળાજાના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવ્યું છે.
સવારના 5 થી બપોર 12 સુધીમાં અમરેલીના રાજુલા 4 ઈંચ, સાવરકુંડલા બે ઈચ, રાજકોટ એક ઈંચ, ગીર સોમનાથ,તાલાલા 116 મી.મી સુત્રાપાડા 89 મી.મી, ગીર ગઢડા 69 મી.મી, પ્રભાસપાટણ 62 મી.મી, કોડીનાર 50 મી.મી ઉના 39 મી.મી, વરસાદ નોંધાયો હતો.
સવારથી બપોર સુધીમાં રાજકોટ જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દ્વારકા, મોરબી, જામનગર, જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.

