Valsad,તા.૨૪
ગુજરાતમાં આજે વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને કમોસમી વરસાદથી ચારેબાજુ લીલી ચાદર પથરાઈ ગઈ છે. તાપીમાં વહેલી સવારથી જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદનું આગમન થયું વરસાદના કારણે વાતાવરણમાં સર્વત્ર ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરીના પાકને પણ નુકસાન થવાની સંભાવના છે. અમરેલીમાં સૌથી વધુ ૩.૩૯ ઈંચ વરસાદ ખાબક્યો છે.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વલસાડ, વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદથી ખેતીના પાકને નુકસાન, ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ધરમપુર, કપરાડા, વલસાડ, વાપી સહિત વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તોફાની પવનથી લોકોના ઘરના પતરા ઉડ્યા છે. આસપાસના વિસ્તારના ૧૦ ઘરના પતરા ઉડ્યા, ભારે પવનથી ૧ મહિલાને પહોંચી ઇજાઓ. સવાર ૬થી ૮ વાગ્યા સુધી વાપીમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે.
નવસારી જીલ્લાના ભારે પવન સાથે વહેલી સવારથી મેઘો ખાબક્યો છે. નવસારી શહેર સહિત સમગ્ર પંથકમાં મેઘ સવારી આવી પહોંચી છે. ગણદેવી, ચીખલી સહિતના ગામોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. વાંસદા,ખેરગામ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. કેરીઓના પાકને ૧૦૦ ટકા નુકસાન પહોંચ્યું છે. ભારે પવનથી આંબા પર કેરીઓ અને મોર ટકી શક્યા નથી. કેરીઓ પડતાં ખેડૂતોએ તાત્કાલિક પાકનો નિકાલ કરવો પડ્યો છે.