New Delhi,તા.03
દેશમાં ભયાનક-માર્ગ દુર્ઘટનામાંથી ચાલુ રહેલી પરંપરામાં રાજસ્થાનના જોધપુરમાં ભારત માલા હાઈવે પર કાર્તિકી સ્નાન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની મીની બસ અને ટ્રોલરની ટકકરમાં 15 લોકોના મોતનું લોહી હજું સુકાયુ નથી. ત્યાંજ તેલંગાણાનાં રંગારેડી જીલ્લામાં બસ અને ટ્રકની ટકકરમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે.
રાજય એસટી નિગમની બસ અને એક ટીવર ટ્રક જે રોંગસાઈડમાં હતો તે બન્ને વચ્ચે ચેવલા ગામના બનાપુર ગેટ પાસે આ ટકકર થઈ હતી. ટીવર ટ્રકમાં બજરીની સુધીમાં લઈ હતી. દુર્ઘટના બાદ તે બસ પર પડયો હતો.
જેમાં મુસાફરો બસમાં જ દબાઈ મર્યા હતા. સ્થળ પર જ 19 લોકોએ દમ તોડયો હતો. અન્ય ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે. બસમાં અંદાજે 40 લોકો પ્રવાસ કરતા હતા.
આ અગાઉ રાજસ્થાનના જોધપુરના ફલોદી જીલ્લામાં શ્રદ્ધાળુઓની મીની બસ માર્ગ પર ઉભેલા દેશો સાથે ધડાકાભેર 10 મહિલા 4 બાળકો સહિત 15ના મોત થયા હતા. રાજસ્થાનમાં છેલ્લા 19 દિવસમાં માર્ગ અકસ્માતમાં 45 લોકોના મોત થયા છે.

