શરાબની ડિલિવરી થાય તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી : રિસીવરની શોધખોળ
Rajkot,તા.17
શહેરના મોટી ટાંકી ચોકમાંથી 224 બોટલ દારૂ સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપી લીધા છે. દારૂની ડિલિવરી આપવા આવેલી રાજસ્થાની બેલડીની રિસીવર સહીતની બાબતોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ત્રીકોણબાગ ચોક ખાતે પહોંચતા મને તથા ધર્મરાજસિંહ રાણાને ખાનગી રાહે હકીકત મળેલ કે, મોટી ટાંકી ચોક ખાતે બી.આર.ટી.એસ. બસસ્ટેન્ડ પાસે રોડ પર બે શખ્સો વિદેશી દારૂ ભરેલ બોક્ષ સાથે ઉભેલ છે.
જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોટી ટાંકી ચોક ખાતે દોડી ગઈ હતી. જ્યા બાતમીવાળા બંને શખ્સો મળી આવતા તેમની પાસે રહેલ કાગળના પેકીંગવાળું બોક્ષ મળી આવ્યુ હતું. જે બોક્સ ખોલતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 224 ચપલા જેની કિંમત રૂ. 44,800 મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે રોડસીંગ કેસરસીંગ સોલંકી(રહે. રાજસમંદ, રાજસ્થાન) અને ભગવાનદાસ કિશનદાસ રંગસ્વામી (રહે. રાજસમંદ, રાજસ્થાન)ની ધરપકડ કરી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચે બંને રાજસ્થાનીઓની ધરપકડ કરી દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો, કોણે મંગાવ્યો હતો સહીતની બાબતોની પૂછપરછ શરૂ કરી છે.