Rajkot તા.26
શાપર વેરાવળ પોલીસ મથકે ત્રણ વર્ષ પહેલા નોંધાયેલા દારૂના ગુનામાં અને બે વર્ષ પહેલા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલા દારૂના ગુનામાં આરોપી અશોક કાશુરામ ગોદારા બિશ્નોઈ (રહે. કાછેલા, તા.ચીતલવાના, જિ.જાલોર, રાજસ્થાન) નાસતો ફરતો હતો.
ફરાર આરોપીઓને ઝડપી કાર્યવાહી કરવા રાજકોટ જિલ્લા એસપી હિમકર સિંહે સુચના આપી હોવાથી રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ કાર્યરત હતી. તે દરમિયાન બાતમી મળતા નાસતા ફરતા આરોપી અશોક ગોદારા બિશ્નોઈને શાપરમાંથી દબોચી લઈ પોલીસ મથકે સોપવા કામગીરી કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આરોપી અશોક સામે રાજકોટ શહેર ડીસીબી પોલીસ મથકે પણ એક દારૂનો ગુનો અગાઉ નોંધાયો હતો. આ કામગીરી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શનમાં પીએસઆઈ એચ.સી. ગોહિલ, એએસઆઈ રવિદેવભાઈ બારડ, રોહિતભાઈ બકોત્રા, વકારભાઈ આરબ, બ્રિજરાજસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, કોન્સ્ટેબલ મેહુલભાઈ સોનરાજ, પ્રકાશભાઈ પરમાર, ભાવેશભાઈ મકવાણા વગેરે દ્વારા કરવામાં આવી હતી.