Gondal તા.7
ચકચારી બનેલા રીબડા નાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં આરોપી રાજદિપસિંહ જાડેજાએ અત્રેની સેશન્સ કોર્ટ માં મુકેલી આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા નામંજુર કરાઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ રિબડા નાં અમિત ખુંટ આપઘાત ઘટનાં માં મૃતક અમીત ના ખિસ્સા માંથી મળેલી શ્યુસાઇડ નોટમાં મરવા મજબુર કરવા અંગે રાજદિપસિંહ જાડેજા નું નામ હોય ગોંડલ તાલુકા પોલીસ માં રાજદિપસિંહ સામે ગુન્હો નોંધાયો હતો.બનાવ બાદ રાજદિપસિંહ ફરાર હોય તેમના દ્વારા હાઇકોર્ટ માં કોસીંગ અરજી કરાઇ હતી.જે હાઇકોર્ટ દ્વારા રદ કરાતા રાજદિપસિંહે અત્રેની સેશન્સ કોર્ટ માં આગોતરા જામીન માટે અરજી કરી હતી.જે કોર્ટ દ્વારા નામંજુર કરાઇ છે.
રાજદિપસિંહ ઘણા સમય થી ફરાર હોય આ કેસ નાં અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ મુકાયુ હોય જેમા રાજદિપસિંહ ને ફરાર દર્શાવાયા સહિત ની સરકારી વકીલ ઘનશ્યામ ભાઇ ડોબરીયાની દલીલો બાદ કોર્ટ દ્વારા આગોતરા જામીન નામંજુર કરાયા હતા.