પુનિતનગર પાસેથી વિદેશીદારૂના ૧૬ ચપલા સાથે શખ્સ ને દબોચ્યો
Rajkot તા.૨૪ઃ
Rajkot શહેરના જુદા જુદા બે સ્થળે વિદેશીદારૂના દરોડા પડતા કાલાવડ રોડ મોટા મૌવાના પુલ પાસે બાઇકમાંથી રૂ ૬૦૦૦ ની કિંમતની વિદેશીદારૂની ૨૪ બોટલ સાથે શખ્સને ઝડપાયો હતો અને બાઇક સહિત રૂ ૫૬૦૦૦ નો મુદામાલ એલસીબીની ઝોન ૨ ટીમે કબ્જે કર્યા બીજા દરોડામાં પુનિતનગરમા જાહેરમાં એક શખ્સ પાસે રૂ ૨૮૮૦ની કિંમતના વિદેશીદારૂના ૨૬ ચપલા સાથે શખ્સને તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા દારૂ બંધીની કડક અમલવારી કરવાની સૂચનાને પગલે એલસીબીની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન માહિતી મળેલ કે કાલાવડ રોડ મોટા મૌવાના પુલ પાસે વિદેશીદારૂનો જથ્થો આવતા હોવાની બાતમી આધારે વોચ રાખી ઉભા હતા ત્યારે જી જે ૦૩ પી કે નંબરના બાઇકને અટકાવતા રતનપર રહેતા રાજેશ ગણપતભાઈ રામાવત ની તપાસ કરતા બાઈક માંથી રૂપિયા ૬,૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૨૪ બોટલ મળી આવી હતી અને બાઈક સહિત ૫૬, ૦૦૦નો મુદામાલ એલસીબી ઝોન ૨ ની ટીમે કબ્જે કર્યો હતી વધુ કાર્યવાહી હાથ ધરી હતી બીજા દરોડામાં તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ હતી એ દરમિયાન માહિતી મળેલ કે પુનિતનગરમાં મેલડીમાં ના મંદિર પાસે જાહેરમાં એક શખ્સ પાસે વિદેશીદારૂનો જથ્થો હોવાની બાતમી આધારે દરોડો પાડતા પુનિતનગર માં રહેતા રવિરાજ અજીતસિંહ ગોહિલ પાસેથી રૂ ૨૮૮૦ ની કિંમતનો વિદેશીદારૂના ૧૬ ચપલા સાથે ઝડપી પાડ્યા હતા

