તામિલ સિનેમાના દિગ્ગજ કલાકાર રજનીકાંત સ્ટાર્સ સ્ટડેડ ‘કુલી’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
Mumbai, તા.૧૪
અભિનેત્રી શ્રુતિ હાસન અને બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને તેમની આગામી ફિલ્મ ‘કુલી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. શ્રુતિ અને આમિર ફિલ્મના શૂટિંગ માટે પિંક સિટી જયપુરમાં છે. તામિલ સિનેમાના દિગ્ગજ કલાકાર રજનીકાંત સ્ટાર્સ સ્ટડેડ ‘કુલી’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે.આ પ્રોજેક્ટ દ્વારા શ્રુતિ હાસન અને આમિર ખાન પહેલીવાર સ્ક્રીન પર સાથે કામ કરતા જોવા મળશે. બંનેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા માટે ચાહકોમાં ભારે ઉત્તેજના છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, શ્રુતિ હાસને ગુરુવારે જયપુરમાં આમિર ખાન સાથે શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ વિઝાગ અને ચેન્નાઈ તેમજ દેશના અન્ય ભાગોમાં કરવામાં આવ્યું છે.કુલીના કેટલાક ભાગોનું શૂટિંગ કરનાર શ્રુતિ આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. આ ફિલ્મનું નિર્દેશન લોકેશ કનાગરાજ કરી રહ્યા છે. કનાગરાજે ‘વિક્રમ‘, ‘કૈથી’ અને ‘લિયો’ જેવી શાનદાર અને સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.મળતી માહિતી મુજબ, ‘કુલી’ની ટીમ હાલમાં જયપુરમાં ૧૦ દિવસનું શૂટિંગ કરશે, જેમાં ફિલ્મના મહત્વના દ્રશ્યો શૂટ કરવામાં આવશે. ‘કુલી’માં રજનીકાંત, શ્રુતિ હાસન અને આમિર ખાનની સાથે નાગાર્જુન, ઉપેન્દ્ર, સૌબિન શાહીર, સત્યરાજ, રેબા મોનિકા જ્હોન સહિતના અન્ય સ્ટાર્સ જોવા મળશે. સન પિક્ચર્સ દ્વારા નિર્મિત ‘કુલી’ માટે અનિરુદ્ધ રવિચંદરે સંગીત આપ્યું હતું. મલ્ટિસ્ટારર ‘કુલી’ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.આમિર ખાનના વર્ક ળન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. હવે તે સ્ટાર્સ ઝિનીત પાર સાથે કમબેક કરી રહ્યા છે. જો રિપોટ્ર્સનું માનીએ તો આ ફિલ્મ શરૂઆતમાં ૨૫ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ આમિરે હજુ સુધી આ ફિલ્મને લઈને કોઈ જાહેરાત કરી નથી.