આ ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત નાગાર્જુન, ઉપેન્દ્ર, સૂબિન શાહીર, રેબા મોનિકા જોન સાથે આમિર ખાનનો એક કેમિયો પણ છે
Mumbai, તા.૧૯
તમિલ સુપર સ્ટાર રજનીકાંત હાલ સૌથી લોકપ્રિય ડિરેક્ટર લોકેશ કનગરાજ સાથે ‘કૂલી’ માટે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું કામ હાલ અંતિમ તબક્કામાં છે અને આ વર્ષના અંત પહેલાં જ રિલીઝ થવાની શક્યતા છે. ગોલ્ડ સ્મગલિંગ માફિયાની વાત કરતી આ ફિલ્મ પાછળ મેકર્સે ઘણું મોટું રોકાણ કર્યું છે. ત્યારે હવે પ્રોડ્યુસર્સ ફિલ્મની નોન-થિએટ્રીકલ ડીલ માટે પણ મહેનત કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોમાં ચાલી રહેલી ચર્ચા અને અહેવાલો મુજબ આ ફિલ્મે રિલીઝ પહેલાં જ રજનીકાંતની ફિલ્મ્સમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ કરી છે, આ ફિલ્મના ડિજીટલ અધિકારો ઐતિહાસિક ૧૨૦ કરોડની ડીલમાં વેચાયા છે. આ સિવાયની ટીવી પ્રીમિયરની ડીલ પર હાલ કામ ચાલુ છે.આ ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત નાગાર્જુન, ઉપેન્દ્ર, સૂબિન શાહીર, સથ્યરાજ, શ્રૃતિ હસન, રેબા મોનિકા જોન સાથે આમિર ખાનનો એક કેમિયો પણ છે. આમિરે તાજેતરમાં જ પોતાના ભાગનું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ કરવા માટે મેકર્સ વિચારી રહ્યા છે. પરંતુ ‘વૉર ૨’ સાથે ટક્કર ટાળવા ઓગસ્ટના અંતમાં અથવા ૧૫ ઓગસ્ટ સિવાયના કોઈ વીકેન્ડમાં ફિલ્મ રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા વધુ છે, બંને ફિલ્મના મેકર્સ વચ્ચે આ ટક્કર ટાળવા ખાસ બેઠક યોજાઈ હોવાના પણ અહેવાલો હતા. ટૂંક સમયમાં જ રિલીઝ ડેટ નક્કી કરીને જાહેર કરવામાં આવશે.