Rajkot,તા.12
રાજકોટ એસ.ટી વિભાગની લાઈન ચેકીંગ સ્કવોડએ ગત-દિવાળીનાં દિવસો દરમ્યાન હાઈ-વે ઉપર બસોનું સઘન ચેકીંગ હાથ ધરેલ હતું.અને ગેરરીતિ કરતા કંડકટરો તથા મુસાફરોને પકડી પાડી દંડનિય કાર્યવાહી હાથ ધરી હતી.
.આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ લાઈન ચેકીંગ ટીમોએ હાઈવે ઉપર જુદા-જુદા રૂટોની 1424 બસો ચેક કરી હતી.
આ ચેકીંગ દરમ્યાન લાઈન ચેકીંગ સ્ટાફે મફતમાં મુસાફરો કરતા 12-મુસાફરોને ઝડપી લીધા હતા.અને દંડ પેટે રૂ।.4 618ની વસુલાત કરી હતી.જયારે એક કંડકટરને કટકી કરતા ઝડપી લેવાયો હતો.આ કંડકટરે મુસાફર પાસેથી ટિકીટનાં પૈસા લઈ અને ટિકીટ નહી આપ્યાનું બહાર આવેલ હતું.