Rajkot,તા.26
ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ચાઈનીઝ દોરી કે તુક્કલને કારણે જાહેર જીવન ન જોખમાય તેના માટે પોલીસે કડક ચેકીંગ ઝુંબેશ સહીતની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પ્ર.નગર પોલીસની ટીમે સદર બજાર વિસ્તારમાથી નવ ચાઈનીઝ દોરીના ફીરકા સાથે આફતાબ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે.
આગામી મકરસંકાત્રી તહેવાર અનુસંધાને પ્રતિબંધીત ચાઈનીઝ માંઝાના દોરા તથા પ્લાસ્ટીક ચાઈનિઝ બનાવટના દોરા તથા આયાતી દોરાના આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કરવા ઉપર તેમજ આવા દોરાના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકેલ હોય જે સબબ જાહેરનામું પાડેલ હોય જાહેરનામાના અમલ માટે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો દરમ્યાન કોન્સ્ટેબલ તોફિકભાઈ મંધરાને ચોક્કસ બાતમી મળેલ હતી કે, સદર બજારમાં ઝકરીયા મસ્જીદ પાસે એક શખ્સ પ્રતિબંધીત ચાઈનીઝ દોરી સાથે હાજર છે. ત્યારે બાતમીના આધારે પોલીસની ટીમ દોડી ગઈ હતી અને નવ ચાઈનીઝ દોરીના ફીરકા સાથે આફતાબ સાહબુદીનભાઈ શેખ (ઉ.વ.૧૯ રહે. સદર બજાર, શ્રી ક્રુષ્ણ ચોક, જુમ્મા મસ્જીદની પાછળ)ની ધરપકડ કરી હતી.