Rajkot,તા.12
રાજકોટ માર્કેટિંગ યાર્ડમા નવા માલની આવક શરૂ થઈ ગયેલ છે. મગફળી સોયાબીન સહિત અનેક વસ્તુઓ નો માલ ઠલવાઈ રહ્યો છે. ત્યારે આજે સવારે થી વાહનોની આવક ચાલુ થય ગય હતી .જેમાં મગફળી તથા સોયાબીન ના ભરેલા વાહનોની 8 કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. અંદાજે 700 થી વધુ વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી મગફળી તથા સોયાબીન ની ઉતરાઈ કરાવવામાં આવી હતી.
જેમાં મગફળી ગુણીની આવક 110000 તથા કપાસની આવક 15000 મણ તથા સોયાબીન 40000 મણ હતી રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, ડીરેક્ટર ઓ તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેડૂતો પોતાનો માલ ઠાલવી માલ નું વેચાણ શરૂ કર્યું હતું. નવી સીઝન શરૂ થતાં જ યાર્ડ મા માલ ઠલવાય રહ્યો છે.
યાર્ડમાં નવી તુવેરની આવક
આજે સવારે થી વાહનોની આવક ચાલુ થય ગય હતી .જેમાં મગફળી તથા સોયાબીન ના ભરેલા વાહનોની 8 કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. તેની સાથે યાર્ડમાં નવી તુવેરની આવક પણ શરૂ થઈ ગઈ છે. સવારે મબલક માલ ઠલવાયો છે. ખેડૂતો સવારે થી વાહનો સાથે યાર્ડમા પહોંચી ગયા હતા.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમા નવા માલની આવક શરૂ થઈ ગયેલ છે. મગફળી સોયાબીન સહિત અનેક વસ્તુઓ નો માલ ઠલવાઈ રહ્યો છે. તેમાં તુવેરની આવક થઈ છે. અંદાજે 700 થી વધુ વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ અપાયો છે. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, ડીરેક્ટર ઓ તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.