મૃત્યુ અકસ્માત કે ઈજાને કારણે થયેલું નથી તેવું પુરવાર થતુ નથી વીમા કંપનીના એડવોકેટની દલીલ
Rajkot,તા.26
હૈદરાબાદ ખાતે ટ્રકમાંથી માલ સામાન ઉતારતી વેળાએ પટકાયેલા બેડી ગામના ટ્રક ના ચાલક નું મૃત્યુ નીપજવાના બનાવમાં મૃતકના વારસદારોએ પાંચ લાખનો વળતર મેળવવા માંગ સાથે કરેલી અરજી મોટર એક્સિડન્ટ કોર્ટએ ફગાવી દઇ વીમા કંપનીની તરફે ચુકાદો આપ્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ તાલુકાના બેટી ગામે રહેતા કલાભાઈ આપાભાઈ ડાંગર નામના ટ્રકના ચાલક તારીખ 8/ 3 /18 ના રોજ હૈદરાબાદ ખાતે ટ્રક લઈને ગયા હતા જ્યાં ટ્રકમાંથી માલ સામાન ઉતારતી વેળાએ પગ લપસી જતા તેઓને ઈજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું આ બનાવવામાં મૃતક કલાભાઈ ડાંગર ના વારસોએ મોટર એક્સિડન્ટ ક્લેઇમ કોર્ટ સમક્ષ 5 લાખની વળતર મેળવવાની અરજી કરી હતી.આ કામમા રીલાયન્સ જનરલ ઈન્સયુરન્સ કંપની વતી બચાવ લેવામા આવેલો હતો કે, પરંતુ ગુજરનાર મૃત્યુ પહેલા હદયની બિમારીથી પીડાતા હતા, અને તે અંગેની સારવાર પણ લેતા હતા. હાલના અકસ્માતમા ગુજરનારને ફેકચર જેવી ઈજા થયેલ છે, પરંતુ ફેકચરને કારણે મૃત્યુ થયેલ હોવાનું પુરવાર થતુ નથી, અને આ કામમા માત્ર મેડીકલ સર્ટીફીકેટ રજુ થયેલ છે, પરંતુ પી.એમ.રીપોર્ટ રજુ થયેલ નથી, હોસ્પીટલના કોઈ ડોકટરને તપાસવામા આવેલ નથી.
મોટર એકસીડેન્ટ કલેઈમ્સ ટ્રીબ્યુનલ, રાજકોટે રીલાયન્સ જનરલ ઈન્સ્યુરન્સ કંપની તરફે ચુકાદો આપતા ઠરાવેલું કે, ગુજરનારનુ હદયની બિમારીને કારણે મૃત્યુ થયેલ છે, અને ટ્રીબ્યુનલના અભિપ્રાય મુજબ અકસ્માતમા થયેલ ઈજા અને મૃત્યુ વચ્ચે કોઈ કનેકશન નથી, મૃત્યુ અકસ્માતમા થયેલ ઈજાને કારણે થયેલ છે, તેવું પુરવાર થતુ નથી, આથી અરજદારની વળતર અરજી રદ કરવામાં આવેલી છે.આ કામમા રીલાયન્સ જનરલ ઈન્સ્યુરન્સ કંપની વતી સીની.એડવોકેટ પી.આર.દેસાઈ રોકાયેલ હતાં