Rajkot,તા.13
પર્ણકુટી સોસાયટી મેઇન રોડ પર વર્ષ 2020 માં ગાંજાના સાથે ઝડપાયેલા હતા
શહેરના પર્ણકુટી સોસાયટી મેઇન રોડ ઉપર આવેલી શ્રી કોલોની ચોક પાસેથી વર્ષ 2020 માં ગાંજાના સાથે ઝડપાયેલા ચાર શખ્સ સામે કેસ ચાલી જતાં અદાલતે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં નશીલા પદાર્થની હેરાફેરી ડામી દેવા એસસોજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે પૂર્ણકુટી સોસાયટી મેઇન રોડ ઉપર આવેલી શ્રી કોલોની ચોક પાસે નશીલા પદાર્થના જથ્થા સાથે શખ્સ ઊભા હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી 44 ગ્રામ ગાંજા સાથે વિરેન્દ્ર ચંદુભાઈ દેસાઈ, જતીન કિશોર પંચાસરા, કેયુર રજનીકાંત વાઘેલા અને કિશન અશોક વાઘેલાની ધરપકડ કરી માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ3/7/20 ના રોજ ફરિયાદ દાખલ કરાવી હતી. તમામ આરોપી સામે અદાલતમાં તપાસનીશ દ્વારા ચાર્જસીટ રજૂ કરવામાં આવતા કેસની સુનાવણી ચાલવા પર આવેલી જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે ચારેય શખ્સોને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.આ કામે બચાવ પક્ષે એડવોકેટ તરીકે રણજીત મકવાણા, જીગ્નેશ સભાડ, યોગેશ જાદવ અને મદદનીશમાં અભય ચાવલા તેમજ વિશાલ રોજાસરા રોકાયા હતા