બી.કોમ સુધી અભ્યાસ કરેલો કમ્પાઉન્ડરનો અનુભવના આધારે એક વર્ષથી ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો
Rajkot,તા.28
શહેર પોલીસ દ્વારા નકલી ડોક્ટરોને પકડી કાયદાના પાઠ ભણાવતી રહે છે. ત્યારે વધુ એક વખત એક બોગસ તબીબ ઝપટમાં આવ્યો છે. રાજકોટ નજીકના ત્રંબા ગામે કલીનીક ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર આજીડેમ પોલીસે ઝડપી પાડયો છે. કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવતો આ શખ્સ બી.કોમ સુધી ભણેલો છે. તે એકાદ વર્ષથી દવાખાનુ ચલાવતો હોવાની પ્રાથમિક વિગતો ખુલી હતી.
વધુ વિગત મુજબ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડિગ્રી વગરના બોગસ તબીબો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું ધ્યાને આવતા l પોલીસે તૂટી પડવા આપેલી સૂચનાને પગલે આજીડેમ પોલીસમથકમાં પીઆઇ એ.બી.જાડેજા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ કર્યું હતું ત્યારે ત્રંબામાં રામજી મંદિર પાસે એક બોર્ડ વગરનું દવાખાનામા ડિગ્રી વગર નકલી ડોક્ટર સોરઠીયાવાડી સર્કલ પાસે કોઠારીયા કોલોની માં રહેતો જીગર વલ્લભ મોરીયા નામનો શખ્સ લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હોવાની કોન્સ. દેવાભાઈ ધરજીયા અને સંજયરાજ બારોટને મળેલી બાતમ આધારે દરોડો પાડવામાં આવતા અંદર ખુરશી પરે ગળામાં સ્ટેથોસ્કોપ સાથે એક શખ્સ બેઠો હોઇ તેને પોલીસે પોતાની ઓળખ આપી મેડીકલ ડીગ્રી કે બીજી કોઇ માન્ય ડીગ્રી બતાવવાનું કહેતાં પોતાની પાસે કોઇ ડીગ્રી નહિ હોવાનું અને પોતે અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હોઇ તેનો ચુભવ હોઇ તેના આધારે આ દવાખાનું ખોલીને બેસી ગયાનું કબુલ્યુ હતું. સામે બીએનએસ ૩૧૯ તથા મેડીકલ પ્રેકટીશનર એક્ટ હેઠળ ગુનો નોંધી દવાખાનામાંથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન, બાટલા સહિતના સાધનો અને રોકડ મળી રૂા. ૧૨,૬૨૦નો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછતાછમાં તેણે પોતે બી કોમ સુધી અભ્યાસ કર્યો હોવાનું કહ્યું હતું. જીગર દર્દી મુજબ ફી વસુલ કરતો હતો. સામાન્ય તાવ શરદી કડતરની દવા કોઇ લેવા આવે તો ચાલીસથી પચાસ રૂપિયા વસુલતો હતો અને કોઇને ઇન્જેકશન કે બાટલાની જરૂર પડે તે મુજબ ફી વસુલી લેતો હતો. એકાદ વર્ષથી તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની વિગતો ખુલી હતી.