કોઠારીયા ગામ નજીક ડમ્પરે બાઈક ને ઠોકરે લેતા ત્રણ સંતાન ના પિતા નું મોત
Rajkot ,તા,18
શહેરમાં બે સ્થળોએ માર્ગ અકસ્માતમાં યુવક સહિત બેના મોત નીપજ્યા છે. જેમાં કોઠારીયા રોડ નજીક લાપસરી ગામ પાસે અજાણ્યા ડમ્પરની બાઈક ચાલકનું મોતની પૂજ્ય છે જ્યારે જામનગર રોડ પર આવેલા બજરંગ વાળી પાસે મીની બસે બાઇકને લેતા યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવતી બંનેના પરિવારજનોમાં શોકનું મોજુ ફેલાયું છે. વધુ વિગત મુજબ શહેરમાં જામનગર રોડ પર માધાપર નજીક રહેતા મનસુખભાઈ નામના 3,800 યુવાન જીજે 7 સી એફ 97 87 નંબરનું બાઈક લઇ ઘરે ટિફિન લેવા માટે જતા હતા ત્યારે જામનગર રોડ પર બજરંગ વાળી જામનગર રોડ પર આવેલ કર્નલ બંગલા સામે પહોંચ્યા ત્યારે સામેથી આવતી ઉપર ઝડપે gj 15 એવી 20 60 નંબરની બસએ બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મનસુખભાઈને ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવની ગાંધીગ્રામ પોલીસ મથકમાં મૃતકના સાઢુભાઈ અમિતભાઈ મહિપતભાઈ પરમાર એ મીની બસના ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે શહેરના ભાગોળે આવેલા કોઠારીયા ગામ નજીક લાપાસરી રોડ પર આવેલા બેકબોન ભેડીયા રહેતા વેદરાજભાઈ કાળુભાઈ માલાણી નામના 43 વર્ષ પોતાનું બાઈક લઇ નજીક દૂધના લગવા ભરી પરત ધરે ફરતા હતા ત્યારે અજાણ્યા ડમ્પરે બાઈકને હટકે લેતા સર્જાયેલા અકસ્માતમાં વેદરાજભાઈ માલાણી ને ગંભીર ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે વેદરાજભાઈ માલાણીને મૃત જાહેર કરતા આ બનાવની આજીડેમ પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી અજાણ્યા બસ ના ચાલક સામે ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વેદરાજભાઈ અને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.