Rajkot તા.23
નવી ખરિફ સિઝન શરૂ થઈ હોય તેમ માર્કેટયાર્ડમાં કૃષિચીજોના ઢગલા થવા લાગ્યા છે. આવતા દિવસોમાં આવકો વધુ વેગ પકડવાની ગણતરી રાખવામાં આવી રહી છે.
યાર્ડમાં કેટલાંક દિવસોથી આવકો વધવા લાગી જ છે. હવે નવરાત્રીના પવિત્ર દિવસો શરૂ થતા આવકોને વેગ મળવા લાગવાનું માનવામાં આવે છે.
આજે રાજકોટ યાર્ડમાં 500 વાહનો ખડકાયા હતા તેમાં મગફળી-કપાસ મુખ્ય હતા. કપાસની 8000 મણ તથા મગફળીની 22000 મણની આવક થઈ હતી. નવરાત્રીથી આવક વધવાની ગણતરી રાખવામાં આવતી જ હતી જેને પગલે ચેરમેન જયેશ બોઘરા સહિતના શાસકોએ આગોતરા વ્યવસ્થા કરી હતી.
વેપારીઓના કહેવા પ્રમાણે બે-ત્રણ દિવસ વરસાદની આગાહી છે એટલે ખેડુતોનો એક વર્ગ માલ વેચવા આવવામાં સાવચેત છે. વરસાદી જોખમ પૂર્ણ થયા પછી આવકમાં મોટો વધારો શકય છે.