Rajkotતા.૨
રાજકોટની ધોળકિયા સ્કૂલના ગુમ થયેલ બાળકો જુનાગઢથી મળી આવ્યા હતા. બુધવારના રોજ બપોરે ૪.૪૫ વાગે સ્કૂલેથી બાળકો શિક્ષક ઠપકો આપતા નીકળી ગયા હતા. સમગ્ર મામલે ઝી ૨૪ કલાકના અહેવાલની ધારદાર અસર ફરીવાર જોવા મળી છે. બાળકો માતા પિતાને સહી સલામત મળી આવ્યા છે . બાળકોને શિક્ષકે ઠપકો આપતા સ્કૂલેથી નીકળી એસટી બસમાં બેસી જુનાગઢ પહોંચ્યા હતા.
ગુમ થયેલ બાળકોમાંના એક બાળક પાસે ૪૦૦ હતા, જે ૪૦૦ થકી તેવો જુનાગઢ પહોંચ્યા હતા. પરંતુ સમગ્ર મામલે ધોળકિયા સ્કૂલની સિક્યુરિટી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે બાળકો સ્કૂલથી બહાર જતા રહ્યા પરંતુ કોઈ સિક્યુરિટી ગાર્ડ આ બાળકોને રોકવા ગેટ ઉપર જોવા નથી મળી રહ્યા નથી. સમગ્ર મામલે સીસીટીવી પણ સામે આવ્યા હતા કે બાળકો ગીતની બહાર મસ્તી કરતા નીકળી જાય છે. ત્યારબાદ આ બાળકો રિક્ષામાં બેસીને એસ.ટી બસ સ્ટેશનને પહોંચે છે અને ત્યાંથી એસટી બસ મારફતે જુનાગઢ જતા રહે છે ત્યારે જુનાગઢમાં આ બાળકો જ્યારે મળી આવે છે ત્યારે તેમના વાલીઓ સાથે બાળકોની ફોન ઉપર વિડીયોકોલ મારફતે વાત કરવામાં આવે છે અને ઓળખ કરવામાં આવે છે.
ત્યારબાદ રાજકોટ પોલીસ આ બાળકોને લેવા જુનાગઢ પહોંચે છે અને મૂડી રાત્રે રાજકોટ પોલીસ આ બાળકોને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પરત લઈ આવે છે. બાળકોને પરત લઇ આવતા બાળકોના માતા-પિતાએ પોલીસનો આભાર માન્યો હતો. બાળકો પરત આવતાની સાથે જ બાળકોના વાલીઓ તેની ભેટી રડી પડે છે . જ્યારે આ બાળકો આટલી નાની વાતમાં જતા રહ્યા તે ખૂબ જ ગંભીર બાબત છે. જો કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ આવા અનેક સવાલો આ ઘટનાને લઈને ઊભા થઈ રહ્યા છે.
રાજકોટની ધોળકિયા સ્કૂલના બાળકો બપોરના સમયે જ્યારે સ્કૂલે ગયા હતા ત્યારે શિક્ષકે બાળકોને ઠપકો આપ્યો અને બાળકોના માતા-પિતાને ફોન કરી જણાવ્યું કે તમારું બાળક ચાલુ ક્લાસે ચોકલેટ ખાઈ રહ્યું હતું જેનાથી બાળકો ગભરાઈને સ્કૂલેથી નીકળી જાય છે. બાળકોના માતા પિતાને સાંજના સમયે ખબર પડે છે કે તેઓના બાળકો સ્કૂલેથી નીકળી ગયેલ છે અને બાળકો ગુમ થઈ ગયા છે.
ધોળકિયા સ્કૂલના કુલ ત્રણ બાળકો હાલ ગુમ છે. જ્યારે બાળકોના માતા-પિતા અને સ્કૂલ સંચાલકો હાલ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે બાળકોના માતા-પિતા બાળકોને ઘરે પરત ફરવા માટે ઝી ૨૪ કલાકના માધ્યમથી અપીલ કરી રહ્યા છે. બાળકોની માતાઓ ખૂબ જ હૈયાફાડ રુદન કરી રહી છે. સ્કૂલ સંચાલકો અને સિક્યુરિટીની ખૂબ જ ગંભીર બેદરકારીથી આ બાળકો ગુમ થયા છે.
હાલ પોલીસ ફરિયાદ બાદ પોલીસ આ બાળકોને શોધી રહી છે. ગુમ થયેલ બાળકોના માતા પિતાએ જણાવ્યું હતું કે જો અમારા બાળકોને કાંઈ થયું તો અમે સ્કૂલ વિરુદ્ધ પણ ફરિયાદ કરાવીશું. આ સ્કૂલ સંચાલકોની ખૂબ જ મોટી બેદરકારી હોવાનું ગુમ થયેલ બાળકોના માતા પિતાએ જણાવ્યું હતું ત્યારે હવે આ બાળકો ક્યાં છે અને ક્યારે પોલીસ તેને શોધી લાવે છે તે જોવું અતિ મહત્વનું. ગુમ થયેલ તમામ બાળકો ધોરણ ૮ માં અભ્યાસ કરે છે..