Ahmedabad,તા.28
મંગળવારના રોજ રાજકોટ મા આવેલી રંગોલી પાર્ક સોસાયટી જે ગુજરાત હાઉસિંગ બોર્ડે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સેલ્ફ ફાઇનાન્સ સ્કીમ હેઠળ બનાવેલી છે. આ સોસાયટીમા ગુજરાત હાઉસિંગ બોર્ડ ધ્વારા ઘણુ બધુ ખોટુ કરેલુ છે.જેવુ કે,કોમન પ્લોટ મા ગુજરાત હાઉસીંગની ઓફિસ બનાવેલી છે જયારે આ યોજનાના બ્રોસરમા ક્યાય દુકાનોનો ઉલ્લેખ નહોતો હાલ જયા 68 દુકાનો બનાવી છે ત્યા સોસાયટીનુ પાર્કીંગ હતુ.
આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ છે કે રંગોલીપાર્ક સોસાયટીના બે રહીશો રાજસીભાઇ કાછડા અને નમ્રતાબેન વ્યાસ મારફતે 2018 મા એક પીટીશન ગુજરાત હાઇકોર્ટ મા દાખલ કરવા મા આવી હતી.આ અંગે હાઉસિંગ બોર્ડ નો સંપર્ક કરતા જાણવા મળેલ કે સમગ્ર ગુજરાત મા હાઉસિંગ બોર્ડે બનાવેલા કોમર્શિયલ દુકાનોની હરાજી આગામી તા.28/8/25 ના રોજ છે .
જેમા રંગોલીપાર્ક ની 68 દુકાનોની પણ હરાજી હતી.આથી છેલ્લા બે દીવસ થી રહીશોની દલીલો હાઇકોર્ટે સાંભળી અને આજે હાઉસીંગ બોર્ડે બનાવેલી 68 દુકાનોની હરાજી રોકવાનો સ્ટે પણ નામદાર હાઇકોર્ટે આપી દીધો છે. રંગોલીપાર્ક ના જાગૃત રહીશ દીનેશભાઇ ભટ્ટ ના જણાવ્યા મુજબ 2019 મા પણ હાઉસિંગ બોર્ડે દુકાનો વેચવાનો નિષ્ફળ પ્રયાસ કરેલો છે.આ સિવાય ” નાગરિક સેવા સંગઠન ” ના ક્ધવીનર વિનોદભાઈ ચૌહાણે આ અંગે જણાવેલ છે કે,અંતે સત્ય નો વિજય થયો છે.
સાથે સાથે એ પણ મહદ અંશે સાબિત થયુ છે કે,રહેણાંક ની સોસાયટીમા કોમર્શિયલ નથી કરી શકાતુ.રંગોલીપાર્ક ના હાઉસિંગ બોર્ડ ની સામે ન્યાય માટે ઝઝુમતા તમામ રહીશોને અભિનંદન પણ આપ્યા હતા.