Rajkot,તા.17
લોધીકા તાલુકાના પાંભર ઈટાળા ગામની સીમમાં અકસ્માતે કુવામાં પડી જતા પરપ્રાંતિય શ્રમિક નું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. વધુ વિગત મુજબ લોધીકા તાલુકાના પાંભર ઇટાળા ગામે રહેતા મુકેશભાઈ કથીરિયા ની વાડીમાં રહી ભાગ્યુ જમીન વાવતા હિતેન્દ્ર કિશનભાઇ રાવત નામના 21 વર્ષીય શ્રમિક દોરડા વડે પાણી ભરતા હતા ત્યારે દોરડું છટકી જતા અકસ્માતે કુવામાં પડી જતા આસપાસના લોકોએ હિતેન્દ્ર રાવતને રેસ્ક્યુ કરી બહાર કાઢી બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. આ બનાવની જાણ મેટોડા પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જય કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.