Rajkot, તા.૧૩
રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા આજે રીકવરી ઝુંબેશ અંતર્ગત ૧૦ મિલ્કતોને સીલ કરાયા હતા. ૧-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપવામાં આવી હતી. ૨-નળ કનેકશન કપાત કરતા કરાયા હતા. વોર્ડ નં.૪ માં કુવાડવા રોડ જય શકિત પાર્કમાં ક્રિસ્ટલ સીટીમાં મિલ્કત સીલ કરાયા હતી. વોર્ડ નં.૫ માં ન્યુ.આશ્રમ રોડ પર રણછોડવાળી શેરી નં.૬ માં ૧-યુનિટને નળ કનેકશન કપાત કરાયુ હતુ.
વોર્ડ નં-૮ માં વિદ્યુતનગર કો.ઓપ.હાઉ.સોસા. નજીક શ્રેય સામે નળ કનેકશન કપાત કરાયુ હતુ. અક્ષરમાર્ગ તપોવન સોસાયટીમાં અને બીગબજાર સામે ઈમ્પીરીયલ હાઈટ્સમાં ગો ફેશન ટેનન્ટ ગ્રાઉન્ડ ફલોર શોપ નં-૯ સામે સીલની કાર્યવાહી હાથ ધરાય હતી.
વોર્ડ નં.૧૩ માં અમરનગરમાં ઉમાકાંત પંડિત ઉદ્યોગમાં ગોકુલનગર-૧ માં અને ગોંડલ રોડ પર મારૂતી ઈન્ડ એરિયામાં વોર્ડ નં.૧પ માં મીરા ઉદ્યોગીક વિસ્તારમાં, વોર્ડ નં-૧૬ માં કોઠારીયા મેઈન રોડ પર સિંદુરિયાખાણ સામે અને સદભાવના સોસાયટીમાં, વોર્ડ નં-૧૮ માં નેરૂનગરમાં ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં જે.બી.એન્જીનીયરીંગ સામે સીલની કાર્યવાહી કરાય હતી.
બપોર સુધીમાં ૧૦-મિલ્કતોને સીલ કરાય હતી. ૧ મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપી છે. ૨-નળ કનેકશન કપાત કરતા રીકવરી રૂા.૧૪.૭૧ લાખ રીવકરી થવા પામી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્ન્ર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડયા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઈસ્ટ ઝોન મેનેજર નીલેશ કનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઈસ્પેકટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.