પારડી વીજ કચેરી ખાતે વિજ્ઞાન જાથા દ્વારા કથા અટકાવી દેવા મામલે ધર્મપ્રેમીઓમાં રોષનો માહોલ
Rajkot,તા.31
વિજ્ઞાન જાથાના જૈન પંડ્યા દ્વારા ત્રણ દિવસ પહેલા ગોંડલ પાસે આવેલ પારડી પીજીવીસીએલ ની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાં ચાલી રહેલ સત્ય નારાયણ ની કથા ને વિજ્ઞાન જથ્થાના નામે બંધ કરાવી દેવાની ઘટના બનવા પામી હતી. જે બાદ બ્રહ્મ સમાજમાં સત્યનારાયણ ની કથા અટકાવવા ના બનાવને લઈને ભારે જોવા મળ્યો હતો. ત્યારે ગત તારીખ 30 ના રોજ બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા રૈયા રોડ પર આવેલ કનૈયા ચોક ખાતે જયંત પંડ્યા ના ઘર પાસે જ સત્યનારાયણની કથા યોજવામાં આવી હતી અને સત્યનારાયણની અધુરી કથા ને પૂરી કરવામાં આવી હતી. જેમાં બ્રાહ્મણ સમાજના લોકો દ્વારા જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જયંત પંડ્યા ના ઘર પાસે પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.
બ્રાહ્મણ સમાજના કર્મકાંડી ભૂદેવો દ્વારા ગત તારીખ 30 ના રોજ સત્યનારાયણની અધૂરી કથા ને પૂરી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે જયંત પંડ્યા દ્વારા પીજીવીસીએલની કચેરી ખાતે જઈને તેના કર્મચારી તથા અધિકારીને જયંત પંડ્યા એ ડરાવવામાં આવ્યા હતા. અને કર્મકાંડ કરતાં ભૂદેવોને ધમકાવીને સત્યનારાયણની કથા અને અટકાવવામાં આવી હતી. ત્યારે આજરોજ જયંત પંડ્યા ના ઘર પાસે જ અધુરી કથા ને પૂરી કરવામાં આવી હતી. જેમાં કર્મકાંડ કરતાં ભૂદેવ સનાતન ધર્મના લોકો પણ આ કથામાં જોડાયા છે અને આ ઘટનાને લઈને ભારે વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે જયંત પંડ્યા દ્વારા પોલીસ બંદોબસ્ત ની માંગ કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે બ્રાહ્મણ સમાજ દ્વારા 2008માં પણ કલેકટર કચેરી ખાતે વિરોધ કર્યો હતો. ભૂતકાળમાં પણ ઘણા કેસ જયંત પંડ્યા સામેના છે. સરકારી પૈસા ખાઈ ગયા હતા અને તેને સાત વર્ષની સજા પણ થઈ છે .