બે વર્ષ પહેલા પ્રભુતામાં પગલાં મારનાર કુળવધુએ ફાસો ખાય જીવન ટૂંકાવ્યું
Rajkot,તા.29
શહેરના રૈયા ગામ વિસ્તારમાં રહેતા પરિવારની પુત્રીને મરવા મજબૂર કરવાના ગુનામાં પતિ સહિત સાસરીયા સામે આપઘાતની ફરજ પાડવા ની કલમ હેઠળ ગુનો નોંધી યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. વધુ વિગત મુજબ શહેરના રૈયા ગામ વિસ્તારમાં માવતર ના ઘરે રહેતી ઈલાબેન નામની પરણીતાએ ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પોલીસે મૃતક ઈલાબેન ના પિતા રૈયાગામ વિસ્તારમાં રહેતા અનકભાઈ જીલુભાઈ ધાંધલની ફરિયાદ પરથી અમરેલી જિલ્લાના બાલાપુર ગામે રહેતા શિવરાજભાઈ રામકુભાઇ વાળા, સસરા રામકુભાઇ વાળા અને સાસુ મણીબેન ઉર્ફે ગજરાબેન રામકુભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આપઘાતની ફરજ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઇલાબેનના બે વર્ષ પૂર્વે અમરેલીના બાલાપુર ગામના શિવરાજભાઈ રામકુભાઈ વાળા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન આ કામના સાસુ અને સસરા કરિયાવર ઓછો લાવેલ છે તેમ કહી ત્રાસ આપતા હોય અને સાસુ અને સસરા પતિને ચેઢામણી કરતા હોવાથી શારીરિક માનસિક ત્રાસ આપતા જેથી
ઇલાબેન પોતાના માવતર ના ઘરે હતા ત્યારે સિવરાજભાઈ વાળા પત્ની ઇલાબેન ને ફોનમાં અવારનવાર ધાક ધમકી આપી અને આપઘાત કરી લીધાનું જણાવ્યું હતું યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે પતિ સહિત સાસરીયા સામે ગુનો નોંધી અને વધુ તપાસ પીએસઆઇ એન કે પંડ્યા સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે