Rajkot,તા.31
રાજકોટ શહેરમાં એક ઠગાઈનો બનાવ સામે આવ્યો છે.જામનગર રોડ પર રહેતા અને સ્ક્રેપનો ધંધો કરતા બળદેવભાઈ લાલજીભાઈ સોંદરવાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલકીનું નામ આપી ફરીયાદ નોંધાવી છે.
ફરિયાદીએ જણાવ્યું છે કે, ગત તા. ૨૩-૭ના રોજ એક અજાણ્યા ઈસમ આવેલ અને પોતાની ઓળખ હોમક્રેડીટમાં નોકરી કરે છે, તમારી લોન કે ક્રેડીટ કાર્ડ લેવુ હોય તો કરી આપીશ તેમ વાત કરેલ હતી. બાદમાં અજાણ્યા નંબરમાંથી ફોન આવેલ અને પોતાની ઓળખ મહાવીરસિંહ હોમ ક્રેડીટ વાળા હોવાની આપેલ હતી અને તેઓને પણ બેનના લગ્ન કરવાના હોય જેથી લોનની જરૂરીયાત હતી. જેથી મહાવીરસિંહ સોલંકી તેઓના ધંધે આવેલ હતો અને તેઓનું આધાર કાર્ડ, પાનકાર્ડ અને ચેક મેળવી લીધા બાદ કહયું કે તમારે બે લાખ રૂપીયાની લોન મંજુર થાય તેમ છે. પરંતુ તેઓને માત્ર એક લાખ રૂપીયાની લોનની જરૂર હોવાનું કહયુ હતુ. બાદમાં શખસે તેઓનું ગુગલ પે ડીલીટ કરી પાછુ ફોનમાં ડાઉનલોડ કરી પાસવર્ડ બદલીને નવો સેટ કરેલ હતો.આ લોન પ્રોસેસ હોવાનું શખસે કહયુ હતુ. બાદમાં ૧.૯૬ લાખની લોન મંજુર કરાવી શખસે બાકીના ૯૬ હજાર જમા કરાવવાના બહાને તેઓના ગુગલ પેમાંથી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આમ આ શખસે લોન પ્રોસેસ ફી અને લોનની રકમ મળી ૨.૦૭ લાખ પોતાના ખાતામાં મેળવી લઈ રકમ જમા ન કરાવી વેપારી સાથે છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શખસની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.