RAJKOT,તા.14
સૌરાષ્ટ્ર – ગુજરાતમાં મેઘરાજા કેડો મુકતા નથી ત્યારે નવી ખરીફ સીઝન વેગ પકડવા લાગી જ છે. માર્કેટ યાર્ડમાં આજે મગફળી-કપાસ તથા સોયાબીન જેવી જણસીઓના ઢગલા થતાં હતા.
મગફળીની નવી આવકોને બ્રેક મારી દેવામાં આવી હતી. આજે ઠલવાયેલા માલનો નિકાલ થાય ત્યારબાદ નવી આવકની છુટ્ટ અપાશે. યાર્ડમાં મગફળીની 32 થી 35 હજાર ગુણીની આવક હતી. ભાવ 930 થી 1210 હતા.
વરસાદી માહોલ હોવા છતાં મોટી આવકો રહ્યાનું સૂચક છે. જંગી પાક છે અને આવકોનું પ્રેસર વધે તો ભાવ ઘટવાની ગણતરીએ ખેડૂતો વરસાદી જોખમ લઇને પણ માલ ઠાલવી રહ્યાનું મનાય છે.
આ સિવાય કપાસમાં પણ 20 હજાર મણની આવક હતી અને હરરાજીમાં 1350થી 1660નો ભાવ હતો. સોયાબીનમાં 4000 ક્વીન્ટલની આવક હતી. ભાવ 780 થી 975નો હતો. અડદ જેવી અન્ય જણસીઓની આવક પણ વધતી રહી છે. અડદમાં 1000 ક્વીન્ટલ તથા મગમાં 1400 ક્વીન્ટલની આવક હતી.