Rajkot,તા.5
આજે દેશભરમાં સાઉથ સુપર સ્ટાર અલ્લું અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ રિલીઝ થઈ છે. “પુષ્પા” ફિલ્મ ફ્રેંચાઈઝનો આ બીજો ભાગ છે. જે “પુષ્પા ધી રૂલ” કહેવાય છે. આજે રાજકોટમાં ફિલ્મ રિલીઝ થઈ છે. જેમાં પ્રથમ વખત એવું બન્યું હશે જ્યારે 24 કલાક સુધી કોઈ ફિલ્મના શો ચાલતા હશે.
રાજકોટમાં 110 શો છે અને તેમાં પણ સવારે 7 થી મધરાત્રે 3 સુધી ચાલુ થનાર શો છે. ઑનલાઇન બુકિંગ એપ બુક માય શો માંથી મળતી માહિતી મુજબ દર કલાકે 50,000 થી વધારે લોકો સર્ચ કરે છે શો બુક કરવા માંગે છે.
રાજકોટમાં આઇનોકસ આર.વર્લ્ડ, કાર્નિવલ, કોનપ્લેક્સ, કોસ્મોપ્લેક્સ, સીનેપોલીસ, ક્રિસ્ટલ મોલ – મૂવી ટાઇમ સહિત 9 થિયેટરમાં 3 તેલુગુ સહિત 110 શો ચાલી રહ્યા છે.
પુષ્પા ના આજે સૌપ્રથમ શો વખતે સાઉથ ઇન્ડીયન સુપર સ્ટારના ચાહકો દ્વારા થિયેટર બહાર લાઈનો લાગી અને અલ્લુ અર્જુનના પોસ્ટર પર દૂધ થી અભિષેક કર્યો, ઢોલ નગારા વગાડી, અગરબત્તી કરી અને જાણે સાક્ષાત ભગવાનનો અવતાર હોય તેમ ઉજવણી કરી હતી.
પુષ્પા માટે ખૂબ જ ક્રેઝ છે, હૈદરાબાદમાં પ્રીમિયર શો વખતે એટલા લોકો અલ્લુ અર્જુનને જોવા ઉમટી પડ્યા કે ભાગદોડમાં એક વ્યક્તિનું મોત થયું. આ ત્રણ કલાક અને 20 મિનિટ લાંબી ફિલ્મ નિહાળવા માટે લોકો ઘણાં ઉત્સુક છે અને ભારતનું સૌથી મોટી ઓપનિંગ ધરાવતી ફિલ્મ બની શકે છે.