પાડોશી શેરીમાં રમતી માસુમ સાથે બિભત્સ ચેનચાળા કરતા પ્ર.નગર પોલીસે અટકાયતમાં લીધો
Rajkot,તા,૨૫
શહેરમાં સમાજને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રેલનગર વિસ્તારમાં 92 વર્ષીય વિકૃત ઘરડાએ શેરીમાં રમી રહેલી ફક્ત ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરતા ચકચાર મચી જવા પામી છે. વિકૃત નવલશંકર દેસાઈની હરકતો બાળકીની માતાએ જોઈ લેતા તાત્કાલિક પ્ર.નગર પોલીસનો સંપર્ક કરતા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વિકૃત ઢગાને અટકાયતમાં લેવામાં આવ્યો છે.
પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાયેલી ચકચારી ફરિયાદની વિગતો પર નજર કરવામાં આવે તો ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે પાડોશમાં રહેતાં 92 વર્ષના વૃધ્ધ શખ્સે શરીરે અડપલાં કર્યા બાદ તેના ગુપ્તાંગમાં હાથ ફેરવતા ચકચાર સાથે આરોપી વૃધ્ધ પર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ ઝણકાંતે બનાવની ગંભીરતા પારખી પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
માસુમની માતાએ બનાવ અંગે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવલશંકર કલ્યાણજી દેસાઈ (ઉ.વ.92) (રહે. રેલનગર)નું નામ આપતાં પ્ર. નગર પોલીસે બીએનએસ એક્ટની કલમ 75 અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી અને તેનો પરીવાર રેલનગર વિસ્તારમાં રહે છે અને તેમને સંતાનમાં ત્રણ વર્ષની દિકરી છે. તેમની ત્રણ વર્ષની માસૂમ દિકરી ગઈકાલે સાંજના પાંચેક વાગ્યે પોતાના ઘર સામે શેરીમાં રમતી હતી. ત્યારે ત્યાં પાડોશમાં જ રહેતો આરોપી નવલશંકર દેસાઈ અચાનક ઘસી આવ્યો હતો અને બાળકીને ફોસલાવી તેના શરીરે અડપલાં કરવા લાગ્યો હતો.આ વિકૃત શખ્સે વિકૃતતાની હદ વટાવતા ફૂલ જેવી દીકરીને કચડવાના પ્રયાસથી તેણીના ગુપ્તાંગમાં હાથ ફેરવ્યો હતો અને તે સમયે પીડાથી કણસી ઉઠેલી બાળકીએ રાડા રાડી કરતાં તેની માતા સહિતના પરિવારજનો દોડી આવ્યાં હતાં. વિકૃતની આવી હરકત જોઈ સ્તબ્ધ થઇ ગયેલી માતાએ બાળકીને છોડાવી તુરંત પોલીસ મથકે પહોંચ્યા હતાં. બનાવ અંગે પ્ર. નગર પોલીસે ગુનો નોંધી પીઆઈ ભાર્ગવ ઝણકાંતની રાહબરીમાં ટીમે હવસખોર વૃદ્ધ આરોપીની ધરપકડ કરી હવસનું ભૂત ઉતાર્યું હતું.