Rajkot. તા.01
ગુજરાતની સૌથી ડિજિટલ એરેસ્ટ ગુનામાં રાજકોટના બે શખ્સોને પોલીસે ઝડપી લઈ તપાસ આદરી છે. ગાંધીનગરની મહિલા તબીબને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ 19 કરોડથી વધુની રકમ પડાવી હતી. જે મામલે ગાંધીનગર સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરતાં તેનું પગેરું રાજકોટ સુધી પહોંચ્યું હતું.
રાજકોટ શહેર એસઓજીની ટીમે ગાંધીનગર સાયબર ક્રાઇમને સાથે રાખી અંબિકા ટાઉનશીપમાં રહેતા નિલેશ જમન રાંક નામના શખ્સને દબોચી લીધો હતો. અને ગાંધીનગરની ટીમ તેને લઈ રવાના થઈ ગઈ હતી. ઉપરાંત નાજ નામના શખ્સને પણ દબોચી લીધો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
ઉપરાંત પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા 19 કરોડથી વધુની રકમ સાયબર માફિયાઓએ પડાવી લીધી હતી. જે મામલે ગાંધીનગર સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરતા તેનું પગેરું રાજકોટ નીકળતા આરોપીને પકડ્યો હતો.
તેમ જ આરોપીના બેન્ક એકાઉન્ટમાં તે રૂપિયા ટ્રાન્સફર થયાનો પણ ઘટસ્ફોટ થયો હતો. હાલ પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી અને વધુ સાયબર ગુનામાં પણ તેની સંડવણી હોવાની પૂરેપૂરી શક્યતા દર્શાવાય રહી છે.