Rajkot, તા.20
દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાના ઉદેશથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂા. ૧૦નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા. ૮૨૦/ કરવાનો નિર્ણય નક્કી કરેલ છે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ ૫૦ હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે તેમ રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધન ધામેલિયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા એક યાદીમાં જણાવાયું છે.