Junagadh ,તા.2
જુનાગઢના વધાવી ગામ પાસે નવા બાયપાસ ખાતે રોડ પર પાર્ક કરેલા ટ્રક પાછળ રાજકોટના શખ્સની ફોરવીલ ઘુસી જતા એકનું મોત નોંધાયું હતું અન્યને ઈજા થવા પામી હતી.
આ અંગેની વિગત મુજબ રાજકોટ રામેશ્વર હોલ સામે નાણાવટી ચોકની બાજુમાં રહેતા ફરીયાદી રફીકભાઈ શેરમંદભાઈ (ઉ.54)એ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં ગઈકાલે તા.31/8ની સાંજે સવા પાંચના સુમારે માળીયા હાટીનાથી રાજકોટ તરફ ઘરે જતા હતા ત્યારે વધાવી ગામ પાસે નવા બાયપાસ રોડ પર ટ્રક નં.જીજે 02 એક એકસ 1063નો જાહેર રોડ પર ટ્રાફીકને અડચણરૂપ થાય તેમ અને માનવ જીંદગી જોખમાય તે રીતે પાર્ક કરેલ હોય.
ત્યારે ફરીયાદી રફીકભાઈના પત્નિ ફરીદાબેન (ઉ.55) અને તેમના મીત્ર મહેશગીરી ભીખુગીરી ગૌસ્વામી ઈનોવા ફોર વીલ નં. જીજે 06 સીડી 0700ના ચાલક મહેશગીરી (ઉ.35) તેઓ માળીયા હાટીનાથી રાજકોટ પરત જતા હતા.
ત્યારે વધાવી ગામ પાસેના નવા બાયપાસ રોડ પર ટ્રક નં. જીજે 02 એકસ એકસ 1063ના ભાગે કાર અથડાઈ જતા રફીકભાઈના કપાળમાં ડાબી આંખ, ભાથામાં, પગમાં તથા શરીરે ઈજા થવા પામી હતી.
તેમના પત્નિ ફરીદાબેનને માથામાં, શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. કાર ચાલક મહેશગીરી ભીખુગીરી ગૌસ્વામી (ઉ.35)ને ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. બનાવની તપાસ પોલીસ ઈન્સ્પેકટર એસ.કે. ડામોરે હાથ ધરી છે.