શરાબની ૧૯૭ બોટલ અને ત્રણ બાઈક મળી, રૂ. ૧.૮૭ લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ : એકની શોધખોળ
Rajkot,તા.17
શહેરમાં કોઠારીયા રીંગ રોડ પર આવેલા સુરભી ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનામાં અને સરધાર ગામે વાડી વિસ્તારમાં એલસીબી ઝોન 1ની ટીમે વિદેશી દારૂના દરોડા પાડી, શરાબની ૧૯૭ બોટલ અને ત્રણ બાઈક મળી, રૂ. ૧.૯૭ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે એક શખ્સની સંડોવણી ખુલતા તેની શોધ ખોળ હાથ ધરે છે.
બનાવવાની પ્રાપ્ત વિગત મુજબ એલસીબી ઝોન 1ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કોઠારીયા રીંગ રોડ પર આવેલી સુરભી ઇન્ડસ્ટ્રીઝ, રામ વન પાસે આવેલી સુરભી શેરી નંબર ૩માં આવેલા કારખાનામાં વિદેશી દારૂનો જથ્થો મેઘરાજ પટગીર નામના શખ્સે છુપાવ્યો છે.એલસીબી ઝોન 1ની ટીમ તુરત જ સુરભી ઇન્ડસ્ટ્રીઝમાં જઈ કારખાનાની તલાસી લેતા, કારખાનામાં ત્રણ બાઈકમાંથી વિદેશી દારૂની કુલ ૧૭૪ બોટલ મળી આવતા, વિદેશી દારૂ અને ત્રણ બાઈક મળી, રૂ. ૨.૭૬ લાખના મુદ્દામાલ સાથે કોઠારીયા રીંગ રોડ આવેલા રામપાર્ક શેરી નંબર ૦૫ માં રહેતો આકાશ ઉર્ફે જીગો ધીરુભાઈ સાંગાણી નામના શખ્સને ઝડપી લીધો છે. જ્યારે દરોડા દરમ્યાન વેલનાથ જડેશ્વર માં રહેતો મેઘરાજ કનુભાઈ પાટગીર નામનો શખ્સ હજાર ના મળતા તેની શોધ ખોળ હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરત તે અને મેઘરાજ સાથે મળીને વિદેશી દારૂનો ધંધો કરતા હતા, અને બાઈકમાં દારૂની ડીલેવરી કરવા જતો હતો.જ્યારે બીજો વિદેશી દારૂનો દરોડો બાતમીના આધારે એલસીબી ઝોન 1ની ટીમે સરધાર ગામે વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની ૨૩ બોટલ સાથે, સરધાર ગામના વિશ્વદિપસિંહ ઉર્ફે ભૂરો ઇન્દ્રસિંહ જાડેજા નામના ખેડૂતને ઝડપી લીધો છે. આ દરોડાની કામગીરી એલસીબી ઝોન 1 પી એસ આઇ બી વી ચુડાસમા, એ.એસ.આઇ મનરૂપ ગીરી ગૌસ્વામી, કોન્સ્ટેબલ રવિરાજભાઈ , દિવ્યરાજસિંહ જાડેજા અને હિતેશભાઈ પરમાર સહિતના સ્ટાફે કરી હતી.