રકમ પરત કરવા આપેલા 1-1 લાખના 5 ચેક બાઉન્સ થતાં ફાઈનાન્સર સામે ગુનો નોંધાયો
Rajkot,તા.28
શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા કટારીયા ચોકડી પાસે કટારીયા શોરૂમ ખાતે માધવ ઓટો એન્ડ ફાઇનાન્સ ના મયુર માલાએ કારના બુકિંગ પાંચ લાખ ઓળવી જઈ કાર ન આપી છેતરપિંડી આચાર્ય અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.શહેરના યાજ્ઞિક રોડ, ઠક્કરબાપા હરિજનવાસ શેરી નં.1માં રહેતા સંદીપ ૫ સવજીભાઈ પરમાર(ઉ.વ.40) દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મયૂર મગનભાઈ માલાનું નામ આપ્યું હતું.
સંદીપભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ફૂલછાબ ચોક પાસે આવેલ સ્ટાર પ્લાઝામાં ઓફિસ બોય તરીકે નોકરી કરે છે
સને ૨૦૨૩ માં જુલાઇ મહિનામાં મારે કાર લેવાની હોય જેથી ઓળખીતા વિરાજ ફાઈનાન્સમાં નોકરી કરતા મનભાઇ વિજયભાઈ કોટકને વાત કરતા તેઓએ ૧૫૦ ફૂટ રીંગ રોડ મવડી ચોકડી પાસે આવેલ આર.કે, એમ્પાયર માધવ ઓટો એન્ડ ફાયનાન્સના મયુરભાઈ મગનભાઈ માલા સાથે મારી ઓળખાણ કરાવેલી અને મયુરભાઈને વાત કરે લ કે મારે અટીંગા કાર લેવી છે તો મયુરભાઈ માલાએ અર્ટીગા કારનુ કિ.રૂ.૧૨,૬૫,૦૦૦/- કોટેશન કાઢી આપેલુ જેથી તા.૨૪/૦૬/૨૦૨૩ ના રોજ મને મયુરભાઈ માલાનો ફોન આવેલો અને કટારીયા ચોકડી પાસે આવેલ કટારીયા શો રૂમની અંદર પૈસા આપી જવાનુ જણાવેલું હુ કટારીયા શો રૂમે ગયેલો અ ને ત્યાં મયુરભાઈ માલાને મેં રોકડા રૂ.૫,૫૦ લાખ આપેલ હતા મયુરભાઈ માલાએ મને કહેલ કે, તમને કાર ૧૫ થી ૨૦ દિવસની અંદર ડીલીવર થઇ જશે તેમ જણાવેલ હતુ જેથી ૨૦ દિવસ થઈ જતા મયુરભાઈ માલાએ મારી કાર ડીલીવર ન કરતા મે મયુરભાઈને કાર ડીલીવર કરવા માટે ફોન કરતા અલગ અલગ બહાના બતાવવા લાગેલા અને સને ૨૦૨૩ ના દિવાળી સુધીમાં મે બુક કરાવેલ અર્ટીગા કારની ડીલીવરી ન કરતા મે બુક કરાવેલ કારનુ પેમેન્ટ પરત આપવા માટે કહેતા મયુરભાઈએ મને પેમેન્ટ પરત આપેલ નહી અને સને ૨૦૨૩ ના નવરાત્રી વખ તે રૂ. ૫૦,૦૦૦ રોકડા મયુરભાઈના ભાઈ મિલનભાઈએ મને પરત આપેલ હતા ત્યારે મને મિલનભાઈએ તેમના પાંચ ચેક આપેલ હતા જે દરેક ચેકમાં રૂ.૧,૦૦,૦૦૦ ની કિંમત લખેલ હતી. પાંચય ચેક બેંકમાં નાખતા ચેક બાઉન્સ થયેલો અને ત્યાર બાદ મયુરભાઈ માલાને વાત કરી સમાધાન કરવા જણાવતા મપુરભાઇ માળાએ રૂ.૩૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી પત્રક આપેલું જેમાં તા.૨૮/૦૬/૨૦૨૪ સુધીમાં રૂપિયા પરત ચુકવી આપવાનું લખાણ લખેલ હતુ અને મયુરભાઇ માલાએ તેમના આઇડીએફસી બેંકના ત્રણ ચેકો આપેલ હતા જેમાં મયુરભાઈ માલાએ આ ત્રણેય ચેકોમાં કિંમત લખી મને આપેલ ન હતા ખાલી સહી કરી ચેક આપેલ હતા જેથી નોટરીમાં કરેલ લખાણ મુજબ મયુરભાઈ માલાએ આઇડીએફસી બેંકના રૂ.૫,૦૦,૦૦૦ ભરી મે બેંકમાં નાખતા ચેક રિટર્ન થયેલો ત્યાર બાદ મયુરભાઈ માલાને ત્યાં મારા વકીલ મારફતે નોટીશ મોકલાવેલ હતી અને મયુરભાઈ માલાએ આ નોટીશ નો કોઈ જવાબ આપેલ નથી જેથી મે વકીલ મારફતે રાજકોટની કોર્ટમાં કેસ કરેલ છે મયુરભાઈ માલાને રૂ.૫,૦૦,૦૦૦/- ઓળવી જઈ મારી સાથે છેતરપીંડી કરેલ હોય તો તેના સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે.

