સરકારે તો વળતર આપ્યું હવે ગેમઝોનનના માલિકો, અધિકારી પાસેથી વસૂલવુ: હાઇકોર્ટ
આધિકારીઓ સામેની ખાતાકીય કાર્યવાહી ધીમીગતિએ ચાલી રહી છે : હાઈકોર્ટનીટકોર: વધુ સુનાવણી તા .18 જુલાઈએ
Rajkot,તા.04
શહેરના ચકચારી ટીઆરપી ગેમ ઝોનમાં ૨૭ નિર્દોષ લોકોના ભડથું થઇ જવાના પ્રકરણમાં ભોગ બનનાર પરિવારજનોએ વધારાના વળતરની માગણી કરતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટીસ જજ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તો વળતર આપવામાં આવેલું છે ત્યારે હવે જો વધારાનું વળતર માંગવામાં આવ્યું છે ત્યારે આ વળતરની રકમ ગેમ ઝોનના માલિકો અને આ કિસ્સામાં જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલ કરવું જોઈએ. બીજી બાજુ હાઈકોર્ટ એવી પણ ટકોર કરી હતી કે અધિકારીઓ સામેની ખાતાકીય કાર્યવાહી ધીમીગતીએ ચાલી રહી છે. જેલમાં હશે તેઓની સામેની કાર્યવાહી વિડીયો કોન્ફરન્સથી થવી જોઈએ. પરંતુ બને એટલી જલ્દી આ કાર્યવાહી પૂરી કરવી જોઈએ, નહીં તો તેઓ વિલંબનો લાભ લઈને તૂટી જાય તેવી શક્યતાઓ છે.
શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં ૨૭ નિર્દોષ લોકોના મોત થઇ જવાના પ્રકરણમાં ભોગ બનનાર પરિવારજનોએ વધારાના વળતરની માગણી કરતા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટીસ જજ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારેતો વળતર આપવામાં જ આવેલું છે. ત્યારે હવે જો વધારાનું વળતર માંગવામાં આવ્યું છે ત્યારે આ વળતરની રકમ ગેમ ઝોનના માલિકો તેમજ આ કિસ્સામાં જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલ કરવું જોઈએ. બીજી બાજુ હાઈકોર્ટ એવી પણ ટકોર કરી હતી કે અધિકારીઓ સામેની ખાતાકીય કાર્યવાહી ગોકળગતીએ ચાલી રહી છે. જો તેઓ જેલમાં હશે તો તેઓની સામેની કાર્યવાહી વિડીયો કોન્ફરન્સથી પણ થવી જોઈએ. જે પણ નિવેદન લેવા હોય અને કાર્યવાહી કરવી હોય તો એ કરી શકાય છે અને જલ્દીમાં જલ્દી તપાસ પૂરી કરવી જોઈએ. કોટે વધુમાં કહ્યું હતું કે જો પીડિતોને વધારાનું વળતર જોઈતું હોય તો તેઓએ ગેમ્સના માલિકો અને અધિકારીઓને પક્ષકાર તરીકે જોડવા જોઈએ આમ અદાલતે આ કેસની વધુ સુનાવણી ૧૮મી જુલાઈમાં રાખી હતી. તત્કાલીન મ્યુનિસિપલ કિમશનરો આનંદ પટેલ અને અમિત અરોરાએ આખરે હાઇકોર્ટ સમક્ષ માફી માંગી હતી. બંને મ્યુનિસિપલ કમિશનરોએ હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમગ્ર દુર્ઘટનાકાંડને લઇ મૃતકો અને તેમના પરિજનો પરત્વે ભારે સંવેદના પ્રગટ કરી હતી. હાઈકોર્ટે ટકોર કરી હતી કે બંને અધિકારીઓએ માફી માગવી જોઈએ અને તેમના ખિસ્સામાંથી પીડિતોને વળતર ચૂકવવું જોઈએ.પક્ષે સૌરાષ્ટ્રનાં પ્રખ્યાત વકીલ અને ડિસ્ટ્રિકટ બાર એસો. પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ભાવેશ હજારે, રમેશ જાદવ, પદમીની પરમાર,કિર્તિબેન હડિયા,ડો.ધરાબેન ઠાકર, નૃપેન ભાવસાર, નિધિબેન ચોડાગર, ધારા એચ. ઉજીયા, હેમાક્ષી ભલસોડ, માનસી ગોલ, ચાંદનીબેન જાવિયા, દિગ્વિજયસિંહ જાડેજા, સુનિતા લાલવાણી, ભરત લુણાસિયા, ડિમ્પલ લખતરીયા, રીના ફેન્વિક