ફિયાન્સ સાથે મારે પ્રેમ સંબંધ છે, સગાઈ તોડી નાંખજે કહીં મેસેજ કર્યા: જામજોધપુરના હોથીજીખડબા ગામના શખ્સ સામે ગુનો નોંધ્યો
રાજકોટ. તા.૩૧
રાજકોટ રહેતાં યુવકને તારી ફિયાન્સ સાથે મારે પ્રેમ સંબંધ છે, સગાઈ તોડી નાંખજે કહીં યુવતીની સગાઈ તોડાવવા જામજોધપુરના હોથીજીખડબા ગામના શખ્શે મોર્ફ કરેલા ન્યૂડ ફોટા મંગેતરને ઈન્સ્ટાગ્રામમાં શેર કરી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા
સાયબર ક્રાઈમે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
બનાવ અંગે સહકાર મેઈન રોડ પર રહેતાં કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમા (ઉ.વ.૨૫) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઇન્સ્ટાગ્રામ આઈડી પટેલ કૃતિ ૩૦૨ અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરનાર જામજોધપુરના હોથીજી ખડબા,દેવેન્દ્રસિંહ જશુભા જાડેજા સામે સાયબર ક્રાઈમે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમની સગાઈ આશરે ૨ મહીના પહેલા ભાવનગર પંથકમાં થયેલ છે. તેમની ઈન્સટાગ્રામ આઈડીમાં ગઇ તા.૧૨/૦૭ ના અજાણ્યા ઈન્સટાગ્રામ આઇ.ડી. પટેલ કૃતિ ૩૦૨ પરથી તેમની ફિયાન્સીની પૂછપરછ કરતો મેસેજ આવેલ હોય અને તે ઇન્સટાગ્રામ આઈ.ડી. વાળી વ્યક્તીને તેમની ફીયાન્સ સાથે પ્રેમ સબંધ છે. તેમજ તમે તમારી સગાઈ આગળ ન વધારતા જે બાબતના મેસેજ કરેલ હતાં. ત્યારબાદ તે વ્યક્તીએ સામાન્ય ફોટા તેમજ ન્યુડ ફોટા જેમાં કોઈ વ્યક્તીનો ફેઇસ ન હોય તેવા મોર્ફ કરેલા ફોટા મોકલી સગાઈ તોડી નાખવા અને તેમની ફીયાન્સને બદનામ કરશે તેવા મેસેજ કરેલ હતાં. તેમજ આ પહેલા તેમના સાળાની પણ તે આઇ.ડી.માંથી સગાઈ તોડાવી તેમની ફિયન્સને બદનામ કરવા મેસેજ આવેલ હતા.
બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઈમે ગુનો નોંધી પીઆઈ આર.જી.પઢીયાર અને ટીમે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.