Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’
    • ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!
    • ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ
    • માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?
    • સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?
    • ‘હું મુસ્લિમ છું, પરંતુ નમાઝ અદા નથી કરતી’ : Shabana
    • માત્ર ૬ દિવસના ટૂંકા ગાળામાં ‘Jailer 2’ એ વૈશ્વિક સ્તરે ૫૦૦ કરોડથી વધુની જંગી કમાણી કરી રેકોર્ડ બનાવ્યો
    • Jailer 2 Box Office Collection Day 7: રજનીકાંત 7 દિવસમાં 300 કરોડ પાર, જાણો કમાણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે ધારાસભ્ય રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટિચર સેરેમની અને મિશન હરિતોદય યોજાયો
    રાજકોટ

    શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે ધારાસભ્ય રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટિચર સેરેમની અને મિશન હરિતોદય યોજાયો

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkotતા.૨૦

    રાજકોટ શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા હેતુથી ઇન્વેસ્ટિચર સેરેમની (પદગ્રહણ સમારોહ) તેમજ મિશન હરિતોદય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને સ્વાગતવિધિથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્વેસ્ટિચર સેરેમની અંતર્ગત શાળાના પસંદગી પામેલા વિદ્યાર્થીઓને હેડ બોય, હેડ ગર્લ, હાઉસ કેપ્ટન, સ્પોટ્‌ર્સ કેપ્ટન સહિતના વિવિધ નેતૃત્વના હોદ્દાઓ માટે સત્તાવાર બેજ અને સેશ અર્પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ શાળાની શિસ્ત જાળવવા, જવાબદારીપૂર્વક ફરજ નિભાવવાની તથા અન્ય વિદ્યાર્થીઓ માટે આદર્શ બનવાના શપથ લીધા હતા.

    આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, નેતૃત્વ કોઈ પદ નથી પરંતુ જવાબદારી છે. આજના વિદ્યાર્થીઓ જ આવતીકાલના દેશના સશક્ત નાગરિક અને નેતાઓ બનવાના છે. શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત, સેવાભાવ અને સમાજ પ્રત્યેની જવાબદારી પણ એટલી જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા, માતા-પિતા અને શિક્ષકોનું સન્માન કરવા તેમજ જીવનમાં સતત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા હતા.

    કાર્યક્રમના બીજા તબક્કામાં શાળાના સ્માર્ટ લિવિંગ પ્રોગ્રામ અંતર્ગત આયોજિત મિશન હરિતોદય અભિયાન હેઠળ ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને પર્યાવરણના જતન, વૃક્ષારોપણ, પાણીના સંરક્ષણ અને સ્વચ્છતા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને વૃક્ષોના મહત્વ અંગે સમજાવવામાં આવી અને તેમને પોતાના જીવનમાં વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

    કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, પ્રકૃતિનું સંરક્ષણ એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. આજે વાવવામાં આવેલું એક વૃક્ષ આવનારી પેઢીઓને સ્વચ્છ પર્યાવરણ અને સ્વસ્થ જીવનની અમૂલ્ય ભેટ આપી શકે છે.

    પ્રિન્સિપાલ શ્રીમતી કોકિલા મુરલી તથા ડીન શ્રી મુરલી કૃષ્ણ મૂર્તિના માર્ગદર્શન હેઠળ, શિક્ષકગણ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ કાર્યક્રમના સફળ આયોજન માટે ઉત્સાહભેર કામગીરી કરી હતી. સૌના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ યાદગાર બન્યો હતો. શાળા પરિવાર દ્વારા મુખ્ય અતિથિનું સન્માન કરી સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું.

    કાર્યક્રમના અંતે શાળા સંચાલકમંડળે ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા શિક્ષણની સાથે નેતૃત્વ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવા માટે સતત આવા કાર્યક્રમો યોજાતા રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot ડિવિઝનની નવીન પહેલ AI આધારિત સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર વિકસાવવામાં આવ્યું
    Next Article Rajkot: ગુંજન પાર્કમાં યોજાશે કેન્સર અવેરનેસ કાર્યક્રમ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પત્ની, બે સંતાનોને વચગાળાની ખાધા ખોરાકી ચુકવવા ક્લાસીસ સંચાલકને હુકમ

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: દેણું ઉતારવા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવી ડિલિવરીબોય ઓળવી ગયો

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: વાવડીમાં સગીરાએ ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: સિદ્ધિ એમ્પાયર એપાર્ટમેન્ટના નવમાં માળેથી પટકાતા વૃદ્ધનું મોત

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: કેન્સ૨ સોસાયટી દ્વારા કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયેશન મશીનનું લોકાર્પણ

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર

    October 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,920
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,180
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹191,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-10-2026 04:22
    Categories
    Latest News

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026

    માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?

    October 22, 2026

    સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?

    October 22, 2026

    ‘હું મુસ્લિમ છું, પરંતુ નમાઝ અદા નથી કરતી’ : Shabana

    October 22, 2026
    Search
    Main News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio

    October 21, 2026

    Sudanમાં ગૃહ યુદ્ધ ભયાનક સ્તરે, બજારમાં ભીષણ ડ્રોન હુમલામાં ૧૫૦ લોકોના મોત

    October 21, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું: ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.