હત્યા મારામારી અને ચોરી સહિત છ ગુનામાં પોલીસ ચોકલેટ ચડી ચૂકેલા નામચીન શખ્સને સુરત જેલમાં ધકેલાયો
Rajkot,તા.22
શહેર પોલીસ કમિશનરે સપાટો બોલાવી નામચીન શખ્સને પાસા તળે જેલ હવાલે કર્યો છે.. શહેરમાં હત્યા અને મારામારી સહિત છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કમલેશ ઉર્ફે લાલુ પરમાર નામના શખ્સ સામે પોલીસ કમિશનરે પાસાનુ શસ્ત્ર ઉગામી સુરતની જેલમાં ધકેલવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માથાભારે શકશો સામે કડક સાથે કામગીરી કરવા અને ગુનાઓ અટકાવવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે પીસીબી શાખા દ્વારા શહેરના જામનગર રોડ વાલ્મિકી વાળી મારે તો કમલેશ ઉર્ફે લાલુ ઉર્ફે જાંબુ કાળુ પરમાર નામના સામે નગર પોલીસ મથકના ચોપડે હત્યા મારા મારી ચોરી ગાંધીગ્રામ પોલીસ મથક ના ચોપડે ચોરી સહિત છ ગુનામાં ગુનામાં ચડી ચુક્યો હોવાથી તેની સામે પીસીબી શાખા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી જે દરખાસ્ત પર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ મંજૂરીની મહોર મારતા પ્રોનગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા વોરંટ ની બજવણી કરતા કમલેશ ઉર્ફે લાલુ પરમાર ની અટકાયત કરી સુરત જેલમાં ધકેલવામાં આવ્યો છે.