Lodhika,તા.18
મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં દેશી તમંચા સાથે ઝડપાયેલા રાજકોટના શખ્સને લોધિકાની અદાલતે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ રૂરલ એસસોજી સ્ટાફ મેટોડા વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા ત્યારે શહેરના 150 ફૂટ રીંગ રોડ નજીક વિસ્તારમાં આવેલ સદગુરુ પાર્કમાં રહેતા જય ઉર્ફ જયુ મુકેશ વાઢેર નામના શખ્સ પાસે હથિયાર હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે જીઆઇડીસી ગેટ પાસે ગોઠવેલી વોચ દરમિયાન જય ઉર્ફે જયુ વાઢેર નામના શખ્સની અટકાયત કરી તલાશી લેતા તેના કબજા માંથી પિસ્તોલ મળી આવતા તેને ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. હાલ જેલ હવાલે રહેલા જયુ ઉર્ફે જયુ વાઢેર નામના શખ્સે જામીન પર છૂટવા અદાલતમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં સજાની જોગવાઈ પાંચ વર્ષ સુધીની છે કેસ ચલાવવાની સત્તા ટ્રાયલ કોર્ટની છે. કેસ ચાલતા કેસનું ભારણ જોતા ઘણો સમય વ્યતીત થાય તેમ હોય તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજુ રાખેલા ચુકાદા ધ્યાને લઈ લોધિકા કોર્ટે જય ઉર્ફે જયુને શરતોને આધીન જામીન પર મુક્ત થતો હુકમ કર્યો છે. ભચાઉ પક્ષે એડવોકેટ તરીકે રોહિતભાઈ ઘીયા, હર્ષ ઘીયા અને મદદમાં રિદ્ધિબેન ખંઢેડીયા રોકાયા હતા