માનસિક તકલીફ હોવાથી આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ પરિવારમાં ગમગીની છવાઈ
Rajkot તા.૧૬ઃ
શહેરની માધાપર ગામે રહેતા ૪૧ વર્ષીય આધેડ ગઈ કાલે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક ૧૦૮ ને જાણ કરતા ટીમના ઇએમટીએ ઘટના સ્થળે આધેડને મૃત જાહેર કર્યા હતા અને ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકને માનસિક તકલીફ હોવાને કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે
આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે શહેરના માધાપરમાં રહેતા જીતેન્દ્રભાઇ જીવરાજભાઈ નડિયાપરા ઉંમર ૪૧ વર્ષીય આધેડ ગઈ બપોરે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ ટીમ ને જાણ કરતા ટીમના ઇએમટી દ્વારા આધેડને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકે માનસિક તકલીફ હોવાથી આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે મૃતક બે ભાઈ માં નાના અને અપરણિતના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ હતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભાવદીપસિંહ વધુ તપાસ ચાલવી રહ્યા છે

