ભાજપ લીગલ સેલ દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં સાંસદ, ધારાસભ્ય અને સિનિયર વકીલો રહ્યા ઉપસ્થિતિ
Rajkot,તા.23
રાજકોટની હાઇકોર્ટની બેંચ મળે તે માટે હવે સૌરાષ્ટ્રભરના વકીલો અને જુદી-જુદી સંસ્થાઓ દ્વારા કાનૂની જંગના મંડાણ મડ્યા છે. દિવસેને દિવસે આ લડતને વધુ મજબૂત, બનાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે હાઇકોર્ટ બેંચ માટે આજે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા હાઇકોર્ટની બેન્ચની માંગણી સંદર્ભે ભાજપ કાર્યાલય ખાતે રાજકોટના સાંસદો, ધારાસભ્યો અને વકીલોની અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા વકીલ પ્રતિનિધિઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ . જેમાં ઉપસ્થિત સાંસદો અને ધારાસભ્યો દ્વારા હાઇકોર્ટ બેંચ માટે જે કાંઈ કરવાનું થાય તેમાં તે મદદની ખાતરી આપી છે.
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા છેલ્લાં ઘણા સમયથી વકીલો દ્વારા લડત આપવામાં આવી રહી છે તેમ છતાં સફળતા ન મળી હોય તેમ અત્યાર સુધીમાં હાઇકોર્ટની બેંચ મળી નથી ત્યારે વકીલોએ હાઇકોર્ટની બેંચ માટે લડત શરૂ કરી છે. જેના ભાગરૂપે રાજકોટના વકીલો દ્વારા કોર્ટ કમ્પાઉન્ડમાં 111 શ્રીફળ વધેરી રાજકોટમાં હાઇકોર્ટની બેંચ લાવવા કાનૂની લડતના મંડાણ માંડ્યા હતા. એટલું જ નહીં પરંતુ રાજકોટ બાર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના વકીલ મંડળો અને જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને રાજકીય આગેવાનોને સાથે લઈને હાઇકોર્ટની બેંચ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત અંગે આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા શીતલ પાર્ક ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે બપોરે 11.30 કલાકે રાજકોટ હાઈકોર્ટ બેન્ચ એક્શન કમિટીના વકીલો, અલગ અલગ વકીલ સંસ્થાઓ સાથે જોડાયેલા વકીલો, રાજકોટના સાંસદ સભ્યો, ધારાસભ્યો અને પ્રજા પ્રતિનિધિઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ આ મીટીંગમા સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા રામભાઇ મોરીયા ધારાસભ્ય રમેશભાઇ ટીલારા ,દશિતાબેન શાહ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, શહેર ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા , સિનિયર એડવોકેટ અનિલ દેસાઈ , લલિતસિંહ શાહી, તુલસીદાસ ગોંડલીયા, કિશોરભાઈ સખીયા એલજી રામાણી એમ જે પટેલ,અર્જુન પટેલ , ભાજપ લીગલ સેલના કન્વીનર પિયુષ શાહ , કમલેશ શાહ, સુરેશ ફળદુ, દિલેશ શાહ મેહુલ મહેતા અને રાજભા ઝાલા સહિત ના સિનિયર જુનિયર સહિત મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી હાઇકોર્ટની બેંચ માટે રણનીતિ ઘડવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત સાંસદો અને ધારાસભ્ય દ્વારા હાઇકોર્ટની બેંચ માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરીશું અને જરૂર પડશે તો કેન્દ્ર સરકાર ને પણ રજૂઆત કરવામાં આવશે અને હાઇકોર્ટની બેંચ લઈને જ ઝંપીશું તેઓ એક થી સુરે અવાજ ઉઠાવ્યો હતો