ગોંડલ તરફથી બેફામ આવતી કારનો ચાલક કાળ બની ત્રાટક્યો
Rajkot તા.૨૪ઃ
Rajkotની ભાગોળે ગોંડલ હાઇવે પર શાપર(વેં) નજીક બેફામ ધસી આવેલી સ્વીફ્ટ કારે પાછળથી ટુ-વ્હીલરને ટક્કર મારતા મામા-ભાણેજને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા મામા-ભાણેજને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પણ ભાણેજ ધવલનો જીવ બચ્યો ન હતો.
મૂળ જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વતની અને હાલ રાજકોટની ભાગોળે શાપર(વેં)માં વાસંગીદાદાના મંદિર પાછળ રાજધાની એપાર્ટમેન્ટમાં રહેતા ૧૯ વર્ષીય યુવાને આરોપી તરીકે જીજે-૧૩-સીઈ-૩૬૨૧ નંબરની સ્વીફ્ટ કારના ચાલકનું નામ આપી જણાવ્યું હતું કે, હુ તથા મારો ભાણો ધવભાઇ ગોંવિદભાઇ વાઘેલા એમ બંન્ને અમારુ હોન્ડા સાઇન મોટર સાયકલ જેના રજી. નં.જીજે-૧૧-ઈબી-૨૦૬૫ લઇને મારા ભાણા ધવલના ઘરેથી કેપ્ટન ગેટ પાસે આવેલ ખોડિયાર હોટલ ખાતે કામે જવા નિકળેલ હતા. શાપર પુલ ઉતરતા સર્વિસ રોડ પરથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે રોડ પર પહોચતા કાર ચાલક પોતાની કાર ગોંડલ તરફથી રાજકોટ જતા રોડ ઉપર ફુલ સ્પીડમાં આવી અમારા મોટર સાયકલને પાછળથી ઠોકર મારી હતી.
જેના લીધે અમે બંને મોટર સાયકલ સાથે રોડ ઉપર પડી ગયેલ હતા. પાછળથી જોરદાર ટક્કર વાગતા મને માથાના ભાગે ઇજા પહોંચતા હું બેભાન થઇ ગયેલ હતો. વધુ સારવાર માટે તબીબે રાજકોટ ખાતે ખસેડ્યો હતો. ઘરે આવતા મારા મોટા ભાઇ અજયભાઇએ વાત કરેલ કે, તમારા મોટર સાયકલને ટક્કર મારનાર સફેદ કલરની મારૂતી સ્વીફટ કાર જેના રજી નં. જીજે-૧૩-સીઈ- ૩૬૨૧ હતી. જે ગાડીનો ચાલક એકસીડન્ટ કર્યા બાદ પોતાની ગાડી રોડની સાઇડમાં મુકી ભાગી ગયેલ હતો. અકસ્માતમાં ભાણા ધવલને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે યુવાને શાપર(વેં.) પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ફેટલની કલમો હેઠળ સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

